નેટફ્લિક્સ સાથેની ડીલ કૅન્સલ થઈ જતાં ઝી 5 પર આવશે સોનમ કપૂર આહુજા ની ‘બ્લાઇન્ડ’

03 January, 2023 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બ્લાઇન્ડ’ને સુજૉય ઘોષે ડિરેક્ટ કરી છે.

સોનમ કપૂર

સોનમ કપૂર આહુજાની આગામી ફિલ્મ ‘બ્લાઇન્ડ’ હવે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર નહીં, પરંતુ ZEE 5 પર રિલીઝ થવાની છે. એનું કારણ એ છે કે નેટ​ફ્લિક્સ સાથેની ડીલ સફળ થઈ શકી નહીં. ‘બ્લાઇન્ડ’ને સુજૉય ઘોષે ડિરેક્ટ કરી છે. નેટ​ફ્લિક્સે આ ફિલ્મ માટે જે રકમ ઑફર કરી હતી એ ‘બ્લાઇન્ડ’ના મેકર્સને સંતોષજનક ન લાગી. એથી મેકર્સ આ ફિલ્મ લઈને ZEE 5 પાસે ગયા અને તેમની સાથે ડીલ પાકી થઈ ગઈ. 

એથી તેમણે નેટફ્લિક્સ સાથે વાટાઘાટ કરવાનું છોડી દીધું. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે.

entertainment news bollywood news bollywood gossips bollywood sonam kapoor netflix zee5