બુલબુલ તરંગમાં જોવા મળશે સોનાક્ષી સિંહા

05 January, 2021 06:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુલબુલ તરંગમાં જોવા મળશે સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

ડિરેક્ટર શ્રી નારાયણ સિંહની સોશ્યલ-ડ્રામા ‘બુલબુલ તરંગ’માં સોનાક્ષી સિંહા જોવા મળવાની છે. નારાયણ સિંહની અગાઉની ફિલ્મ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’ની જેમ જ આ ફિલ્મ પણ રિયલ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં સોનાક્ષીની સાથે જ રાજ બબ્બર અને તાહિર રાજ ભસીન પણ લીડ રોલમાં હશે. ભારતમાં વર્ષોથી ચાલી આવતી જુનવાણી પ્રથાને આ ફિલ્મના માધ્યમથી દેખાડવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે.

entertainment news bollywood bollywood news upcoming movie sonakshi sinha