સોનાક્ષી સિંહાએ અક્ષયકુમારને માર્યો ધક્કો, જુઓ વીડિયો

10 August, 2019 02:02 PM IST  |  મુંબઈ

સોનાક્ષી સિંહાએ અક્ષયકુમારને માર્યો ધક્કો, જુઓ વીડિયો

બોલીવુડ એક્ટર અક્ષયકુમાર હાલ વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ સાથે પોતાની અપકમિંગ ફિલ્મ 'મિશન મંગલ'નું પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મના પ્રમોશન માટે સ્ટારકાસ્ટ જુદા જુદા ઈન્ટરવ્યુ આપી રહી છે. તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષયકુમાર અને જોહ્ન અબ્રાહમ ભેગા થયા હોવાનો ફોટો સામે આવ્યો હતો. ત્યારે ફરી એકવાર મિશન મંગલના પ્રમોશન દરમિયાન એક એવી ઘટના બની છે. જે તમને ચોંકાવી દેશે.

મિશન મંગલના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર પોતાની કો સ્ટાર્સ સાથે ઈન્ટરવ્યુ આપવા પહોંચ્યાં હતા. આ ઈન્ટરવ્યુ ચાલુ હતો તે દરમિયાન અચાનક જ સોનાક્ષી સિંહાએ અક્ષયકુમારને ધક્કો મારી દીધો અક્ષય કુમાર જમીન પર પડી ગયા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે.

વીડિયોમાં દેખાય છે કે સોનાક્ષી સિંહા, અક્ષયકુમાર, તાપસી પન્નુ, વિદ્યા બાલન ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. ત્યારે અક્ષય કુમાર પોતાની ચેર પર હીંચકા ખાય છે. આ જ દરમિયાન અચાનક સોનાક્ષી અક્ષયકુમારને ધક્કો મારે છે. ત્યારે બધા જ ચોંકી જાય છે. પરંતુ ધક્કો માર્યા બાદ જ્યારે સોનાક્ષી ખડખડાટ હસવા લાગે છે, તો બધાને ખબર પડે છે કે આ તો પ્રેન્ક હતો.

આ પણ વાંચોઃ Shweta Rajyaguru: સિંગિંગમાં કરિયર બનાવવા આ ગુજરાતી છોકરીએ છોડી ડિઝનીની નોકરી

જો કે જેવા અક્ષયકુમાર નીચે પડે છે કે ત્યારે એકવાર બધા ચોંકી જાય છે. બાદમાં તાપસી પન્નૂ ખુલાસો કરતા રહે છે કે અક્ષયે જ સોનાક્ષીને આવું કરવા કહ્યું હતું, જેથી ઈન્ટરવ્યુ દરમિયાન લોકોને ચોંકાવી શકાય અને આ વીડિયો રેકોર્ડ થઈ શકે.

akshay kumar taapsee pannu sonakshi sinha vidya balan entertaintment