સૈયારાની ધમાકેદાર શરૂઆતને લીધે સન ઑફ સરદાર 2 પોસ્ટપોન

21 July, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે આ ફિલ્મની ટક્કર તૃપ્તિ ડિમરી તેમ જ સિદ્ધાંત ચતુર્વેદીની ધડક 2 સાથે થશે

‘સન ઑફ સરદાર 2’

‘સૈયારા’એ પહેલા જ દિવસે ૨૧.૨૫ કરોડની કમાણી કરીને ધમાકેદાર શરૂઆત કરી છે. આ ફિલ્મની સફળતાને પગલે હવે ૨૫ જુલાઈએ રિલીઝ થનારી અજય દેવગન અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ની રિલીઝ ઠેલાઈ છે અને હવે એ ૧ ઑગસ્ટે રિલીઝ થશે. હવે તારીખોમાં આ ફેરબદલને કારણે ‘સન ઑફ સરદાર 2’ની ટક્કર તૃપ્તિ ડિમરી તેમ જ સિદ્ધાંત ચતુર્વેદીની ‘ધડક 2’ સાથે થશે.‍

ajay devgn mrunal thakur bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news upcoming movie