28 April, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ છે વાયરલ તસવીર
હાલમાં કાજોલની એક બાળકને રમાડતી કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કાજોલે આ તસવીર શૅર કરીને લખ્યું છે કે મન થયું કે આજે એક હૅપી બેબી સાથેની તસવીર પોસ્ટ કરું. આ તસવીર જોઈને લાગે છે કાજોલ અને બાળક એકબીજાની કંપનીને બહુ ઍન્જોય કરી રહ્યાં છે. હકીકતમાં આ બાળક ફિલ્મ ‘દૃશ્યમ’ અને ‘દૃશ્યમ 2’માં અજય દેવગનની ઑનસ્ક્રીન દીકરીનો રોલ ભજવનાર ઇશિતા દત્તાનો દીકરો વાયુ છે જેનો જન્મ ૨૦૨૩ના જુલાઈમાં થયો હતો.
ઇશિતા અને વત્સલ શેઠ ટૂંક સમયમાં બીજા બાળકનાં મમ્મી-પપ્પા બનવાનાં છે. કાજોલે પોસ્ટ કરેલી આ તસવીર જોઈને વાયુના પપ્પા વત્સલ શેઠે પોસ્ટ કર્યું છે કે વાયુ તેની મનપસંદ વ્યક્તિ સાથે. કાજોલે સોશ્યલ મીડિયામાં વાયુ સાથેની તસવીરો ભલે અત્યારે પોસ્ટ કરી હોય, પણ હકીકતમાં આ તસવીરો ૨૦૨૪ના દુર્ગાપૂજા મહોત્સવ વખતની છે.