શબ્દોથી જે નથી કહી શકાતું એ સંગીતથી કહી શકાય છે: શાન

04 June, 2019 09:39 AM IST  |  મુંબઈ

શબ્દોથી જે નથી કહી શકાતું એ સંગીતથી કહી શકાય છે: શાન

શાનનું કહેવું છે કે સંગીત એક એવું માધ્યમ છે કે જેના દ્વારા લોકો સુધી સરળતાથી પહોંચી શકાય છે. પાંચ જૂને વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે લોકોમાં પર્યાવરણ પ્રતિ જાગૃતિ લાવવા માટે એક ગીત તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતને શાન, શંકર મહાદેવન, સુનિધિ ચૌહાણ અને કપિલ શર્મા દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતને સ્વાનંદ કિરકિરેએ લખ્યું છે અને ભામલા ફાઉન્ડેશને પ્રોડ્યુસ કર્યું છે. આ ગીત વિશે શાને કહ્યું હતું કે ‘આ ગીત બનાવવાનો ઉદ્દેશ માત્ર એ છે કે લોકોમાં ઍર-પૉલ્યુશનને લઈને જાગૃતિ ફેલાવવામાં આવે. મેં ધાર્યું નહોતું કે હું લોકો પર અસર કરી શકું છું. જોકે હું ક્રીએટિવ પર્સન છું. મારા માટે આ એક સામાજિક જવાબદારી છે અને એથી જ આ ગીતની શરૂઆત થઈ હતી. ભામલા ફાઉન્ડેશને મને આ ગીત તૈયાર કરવા માટે નહોતું કહ્યું. હું માનું છું કે જે બાબત તમે શબ્દોથી ન કહી શકો એ સંગીતના માધ્યમથી સચોટતાથી કહી શકાય છે.

આ પણ વાંચો ઃબોલીવુડ સેલિબ્રિટીઝની સગાઇની વીંટી છે આટલી સુંદર, કરોડોમાં છે કિંમત 

shaan bollywood entertaintment