સિંગર એસ પી બાલસુબ્રમણ્યમ COVID-19 નેગેટિવ છતાં હજી વેન્ટિલેટર ઉપર

07 September, 2020 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિંગર એસ પી બાલસુબ્રમણ્યમ COVID-19 નેગેટિવ છતાં હજી વેન્ટિલેટર ઉપર

એસ પી બાલાસુબ્રહ્મણ્યમ

પ્રખ્યાત ગાયક એસ પી બાલાસુબ્રહ્મણ્યમ જેમને કોરોના પૉઝિટીવ હોવાના સમાચાર થોડા સમય પહેલાં જ આવ્યા હતા તેમની હાલત નાજુક હતી. તેમની તબિયત સુધરી અને ફરી કથળતા તેમને આઇસીયુમાં દાખલ કરાયા હતી. આજા શામ હોને આઈ, મૌસમને લી અંગડાઇ જેવા ગીતોથી લોકોનાં દિલ જીતનારા બાલાસુબ્રમણ્યમને કોરોના ચેપ લાગ્યો હોવાથી ચેન્નાઈની એમજીએમ હેલ્થ કેર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. સોમવારે તેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમ છતાં હજી વેન્ટિલેટર ઉપર છે.

તેમના પુત્ર એસ પી ચરને કહ્યું કે, પપ્પાના ફેફસા સ્વસ્થ થાય એવી અમને અપેક્ષા છે. હજી એ સમય આવ્યો નથી કે તેમને વેન્ટિલેટર સપોર્ટથી છુટો કરી શકાય પરંતુ સારા સમાચાર એ છે કે તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

તે 5 ઑગસ્ટથી હૉસ્પિટલમાં છે અને તબિયત લથડતા આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી રહી છે. ડૉકટરોની એક ટીમ હાલમાં વેન્ટિલેટર પર મુકાયેલા બાલાસુબ્રમણિયનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

જોકે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હૉસ્પિટલે કોઈ અપડેટ આપી નથી. છેલ્લે 3 સપ્ટેમ્બરે હૉસ્પિટલે કહ્યું હતું કે, ગાયક આઈસીયુમાં વેન્ટિલેટર અને ઈસીએમઓ સપોર્ટમાં છે. ક્લિનિકલ કંડીશન સ્ટેબલ છે. તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે.

એસ પી ચરને ઉમેર્યું કે, મમ્મી-પપ્પાની એનિવર્સરીનું નાનકડું સેલિબ્રેશન કર્યું હતું. પપ્પા આઈપેડમાં ટેનિસ અને ક્રિકેટ બહુ જોય છે. હવે તે આઈપીએલની રાહ જોઈ રહ્યા છે અને ખૂબ જ લખે છે અને વાતો કરે છે.

covid19 coronavirus