એઆર રહેમાનને કરચોરીના આરોપમાં મદ્રાસ હાઇકોર્ટે નોટિસ ફટકારી

11 September, 2020 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એઆર રહેમાનને કરચોરીના આરોપમાં મદ્રાસ હાઇકોર્ટે નોટિસ ફટકારી

એઆર રહેમાન (ફાઈલ તસવીર)

ઓસ્કર વિજેતા ગાયક અને કમ્પોઝર એઆર રહેમાન (AR Rahman) વિરુદ્ધ કરચોરીનો આરોપ લગાડવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ (IT) ડિપાર્ટમેન્ટે આ કેસ ફાઈલ કર્યો છે. હવે આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટે એઆર રહેમાનને નોટિસ ફટકારી છે. IT વિભાગે તેમના ચેરીટેબલ ટ્રસ્ટ એઆર રહેમાન ફાઉન્ડેશન મારફતે ત્રણ કરોડથી વધુ રૂપિયાની કમાણીને શોધી કાઢી છે જેના પર કરચોરીનો આરોપ લાગ્યો છે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સિનિયર ઓફિસર ટી આર સેન્ટીલ કુમારના જણાવ્યા અનુસાર, રહેમાનને 2011-12ના નાણાકીય વર્ષ દરમ્યાન 3.47 કરોડ રૂપિયા યુકે બેઝ્ડ ટેલિકોમ કંપનીની એક્સક્લુઝિવ રિંગટોન કમ્પોઝ કરવા માટે મળ્યા હતા. આ કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષ માટે હતો જેમાં રહેમાને કંપનીને તેમના ટ્રસ્ટ એઆર રહેમાન ફાઉન્ડેશનને ડિરેકટ પેમેન્ટ કરવા કહ્યું હતું.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું કે, રહેમાનને ટેક્સેબલ ઇન્કમ મળી હતી. ટેક્સ બાદ થયા બાદ તે ઇન્કમ ટ્રસ્ટને ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ તેને ચેરિટેબલ ટ્રસ્ટની ઇન્કમ તરીકે ન ગણાવી શકાય જે ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ બાદ મળે છે.

entertainment news bollywood bollywood news bollywood gossips ar rahman