પાત્ર પૉઝિટિવ છે કે નેગેટિવ એ વિચારવું નથી પડતું, બસ ઇન્ટરેસ્ટિંગ જોઈએ

18 April, 2024 06:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં કરતાં આજનાં પાત્રો વચ્ચેનો તફાવત જણાવતાં પ્રાચી દેસાઈએ કહ્યું...

પ્રાચી દેસાઇ

પ્રાચી દેસાઈનું કહેવું છે કે હવે પાત્રને લઈને તેણે વધુ વિચારવું નથી પડતું. ૨૦૦૮માં આવેલી ‘રૉક ઑન’ દ્વારા કરીઅરની શરૂઆત કરનારી પ્રાચી હવે મનોજ બાજપાઈ સાથે ‘સાયલન્સ 2’માં જોવા મળી રહી છે. તેણે સફળતા અને નિષ્ફળતા બન્ને જોઈ છે. આ વિશે વાત કરતાં પ્રાચી કહે છે, ‘પહેલાં મહિલાઓ માટે એક જ પ્રકારનાં પાત્રો લખવામાં આવતાં હતાં એના કરતાં આજે ખૂબ જ સારાં લખવામાં આવે છે. દર્શકોને આજે વિવિધ પ્રકારની કન્ટેન્ટ જોવા મળે છે અને એથી જ તેઓ સ્માર્ટ બની ગયા છે. એના કારણે મારે કયા પાત્રને પસંદ કરવું એમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. આજે વિલન હોય કે લીડ પાત્ર, કોઈ પણ પાત્રને પસંદ કરતાં પહેલાં મારે વધુ વિચાર કરવાની જરૂર નથી કે એ પૉઝિટિવ છે કે નેગેટિવ. આજે ફક્ત ઇન્ટરેસ્ટિંગ પાત્ર હોવું જોઈએ એ જરૂરી છે.’

prachi desai entertainment news bollywood buzz bollywood upcoming movie manoj bajpayee