ગુજરાતી દુકાનદાર બનશે સિકંદર ખેર

07 May, 2022 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરોગસી પર આધારિત ફિલ્મ ‘દુકાન’માં એક ગુજરાતી દુકાનદારના રોલમાં સિકંદર ખેર દેખાવાનો છે

ગુજરાતી દુકાનદાર બનશે સિકંદર ખેર

સરોગસી પર આધારિત ફિલ્મ ‘દુકાન’માં એક ગુજરાતી દુકાનદારના રોલમાં સિકંદર ખેર દેખાવાનો છે. આ ફિલ્મમાં સિરીઝ ‘જામતાડા : સબ કા નંબર આએગા’માં ગુડ્ડીના રોલમાં જોવા મળેલી મોનિકા પનવર પણ જોવા મળવાની છે. ‘ગોલિયોં કી રાસલીલા : રામલીલા’ અને ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ની સ્ક્રિપ્ટ લખનાર સિદ્ધાર્થ સિંહ અને ગરિમા આ ​ફિલ્મને ડિરેક્ટ કરશે. રોલ વિશે સિકંદરે કહ્યું કે ‘મારો રોલ મિડલ ક્લાસ પરિવારના ગુજરાતી દુકાનદારનો છે અને એની તૈયારી રૂપે મારા ડિરેક્ટર્સે ગુજરાતી ઉચ્ચારણ સારી રીતે નીકળે એ માટે માર્ગ શોધી કાઢ્યો હતો. સિદ્ધાર્થ, ગરિમા અને હું ત્રણેય બેસીને રીડિંગ્સ કરતાં હતાં અને એ સિવાય જ્યારે પણ મને સમય મળતો તો હું પણ ઘરે સતત સ્ક્રિપ્ટ વાંચતો હતો, એને સમજવાનો પ્રયાસ કરતો હતો અને એથી જ્યારે પણ ઇમ્પ્રોવાઇઝ કરવાની જરૂર પડતી તો હું મારા ઉચ્ચારણમાં ઉમેરો કરતો હતો. સિદ્ધાર્થ અને ગરિમાએ જ્યારે મને આ રોલ માટે અપ્રોચ કર્યો તો એ રોલ માટે હું ઉત્સાહી હતો. હું એક્સાઇટેડ હતો, કારણ કે આવું મેં અગાઉ નહોતું કર્યું અને એ બાબતે મને એક્સાઇટ કર્યો હતો. એક ઍક્ટર તરીકે કોઈએ મારી પાસેથી આની અપેક્ષા ન રાખી હોય એવું હું કરવા માગતો હતો.’

entertainment news bollywood news sikander kher