આર્ટિકલ 370 હટ્યા બાદ કારગિલમાં શૂટ થનારી આ પહેલી બોલીવુડ ફિલ્મ

09 August, 2019 06:34 PM IST  | 

આર્ટિકલ 370 હટ્યા બાદ કારગિલમાં શૂટ થનારી આ પહેલી બોલીવુડ ફિલ્મ

મોદી સરકારે 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પુરા દેશમાંથી આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યું છે. તો આ નિર્ણયને બોલીવુડે પણ વધાવી લીધું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં બોલીવુડને ફરી કશ્મીરની સુંદરતા વધારવા માટે જમ્મુ-કાશ્મીરમાં ફિલ્મો શુટ કરવા માટે આહવાન કર્યું હતું. ત્યારે આર્ટિકલ 370 હટ્યા બાદ પહેલીવાર બોલીવુડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા કારગિલ પહોંચ્યા છે એ પણ ફિલ્મનાં શૂટિંગ માટે. સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ ભારતીય સેનાના અધિકારી વિક્રમ બત્રાના જીવન આધારિત બની રહેલી બાયોપિક 'શેરશાંહ'માં કામ કરી રહ્યાં છે. વિક્રમ બત્રાએ 1999માં કારગિલ યુદ્ધ મહત્વનો ફાળો ભજવ્યો હતો. કારગિલ પહોંચતા સિદ્ઘાર્થે કારગિલનો એક ફોટો અને સ્ટોરી અપલોડ કરી હતી. જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા પછી શેરશાહ પહેલી ફિલ્મ છે જેને કારગિલમાં શૂટ કરવામા આવી રહી છે.

શેરશાહ ફિલ્મના લીડ એક્ટર સિદ્ધાર્થે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો અને એક સ્ટોરી શૅર કરી હતી જેમાં તે લાલ જેકેટમાં જોવા મળી રહ્યાં છે. સ્ટોરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્શન આપ્યું છે, 'પહોંચથી ઘણો દૂર'. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ બુધવારથી શરૂ થવાનું હતું પરંતુ જમ્મૂ કાશ્મીરમાં માહોલના કારણે શૂટિંગના તમામ સાધનો હજુ કારગિલ પહોંચ્યા નથી જેના કારણે શુક્રવારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને

ફિલ્મ શેરશાંહ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. વિક્રમ બત્રા ભારતીય સેનાના અધિકાર છે જેમણે 1999મા થયેલા કારગિલ યુદ્ધમાં પોતાનું યોગદાન આપ્યું છે. વિક્રમ બત્રાને યુદ્ધમાં તેમના યોગદાન માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં સિદ્ધાર્થ સાથે કિયારા આડવાણી પણ જોવા મળશે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ વિશ્નુવર્ધન ડિરેક્ટ કરી રહ્યાં છે અને 2020માં રિલીઝ થશે.

sidharth malhotra