સિદ્ધાર્થની ‘મિશન મજનૂ’ ૨૦ જાન્યુઆરીએ આવશે ઑનલાઇન

14 December, 2022 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મની સ્ટોરી દેશના એક અગત્યના મિશન પર આધારિત છે

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘મિશન મજનૂ’ ૨૦ જાન્યુઆરીએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થવાની છે. શાંતનુ બાગચીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, કુમુદ મિશ્રા, પરમીત સેઠી અને શારિબ હાશ્મી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મની સ્ટોરી દેશના એક અગત્યના મિશન પર આધારિત છે. ફિલ્મના પોતાના રોલ વિશે સિદ્ધાર્થે કહ્યું કે ‘હું ‘મિશન મજનૂ’ને લઈને ખૂબ એક્સાઇટેડ છું, કેમ કે હું પહેલી વખત એક જાસૂસના રોલમાં જોવા મળીશ. દેશના જાંબાઝ મિશનની એમાં સ્ટોરી જોવા મળશે. ભારત અને એના પાડોશી દેશ સાથેના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે કે એની સ્ટોરી વિશ્વના તમામ લોકોને પસંદ પડશે.’

ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી, ‘એક જાંબાઝ એજન્ટ કી અનસુની કહાની. ‘મિશન મજનૂ’ ૨૦ જાન્યુઆરીએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર જોવા મળશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood sidharth malhotra upcoming movie