✕

MOVIE જંક્શન : ધ વન : ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટ

25 September, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા પહેલી વાર ‘ધ વન : ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટ’માં સાથે જોવા મળશે. ફિલ્મમાં પૂર્વજોના ગામના રહસ્યમય જંગલના નિયમો તોડતાં એક યુવક દેવીની શક્તિને જાગૃત કરે છે અને ગામને બચાવવા લડે છે.

ધ વન : ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટ

આ અઠવાડિયે થિયેટરોમાં એક અનોખી પૌરાણિક અને સુપરનૅચરલ થ્રિલર ફિલ્મ ‘ધ વન : ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટ’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પહેલી વખત સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય જોડી તરીકે મોટા પડદા પર એકસાથે જોવા મળશે. ફિલ્મની વાર્તા એક આધુનિક અને તાર્કિક શહેરી યુવકની આસપાસ ફરે છે, જે પોતાના પૂર્વજોના ગામમાં આવેલા એક પ્રતિબંધિત અને રહસ્યમય જંગલના નિયમો તોડી નાખે છે. આ દરમ્યાન તે અજાણતાં જ એક દૈવી શક્તિ એટલે કે દેવીને જાગૃત કરી બેસે છે. આ પછી વૈજ્ઞાનિક તર્કથી પર એવી અનેક રહસ્યમય પરિસ્થિતિઓ સર્જાય છે. આ સંજોગોમાં યુવક પોતાના ગામ અને ત્યાં રહેતા લોકોને વિનાશથી બચાવવા માટે એક રક્ષક અને યોદ્ધાની ભૂમિકા ભજવે છે. કહેવાય છે કે આ ફિલ્મ બિહારના પટના નજીક આવેલા વાસ્તવિક વન દેવી મંદિર અને એની સાથે જોડાયેલી લોકવાયકાઓથી પ્રેરિત છે.

sidharth malhotra tamanna bhatia indian films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood