Jabariya Jodi Collection : ફિલ્મે પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી

10 August, 2019 04:01 PM IST  | 

Jabariya Jodi Collection : ફિલ્મે પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની ફિલ્મ જબરિયા જોડી શુક્રવારથી સિનેમાઘરોમાં આવી ચૂકી છે. બોક્સ ઓફિસ પર હાલ બોલીવુડ અને હોલીવુડ ફિલ્મો વચ્ચે રસાકસી ચાલી રહી છે અને આવા સમયે જબરિયા જોડી રિલીઝ કરવામાં આવી છે. બિહારમાં પકડવા વિવાહ પર આધારિત આ ફિલ્મ પહેલા દિવસે સિલ્વર સ્ક્રિન પર ખાસ કરી શકી નથી. પહેલા દિવસે ફિલ્મની કમાણી ઠીક-ઠાક રહી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા ને પરિણીતિ ચોપરાની રોમેન્ટીક કોમેડી ફિલ્મ જબરિયા જોડીનું ડિરેક્શન પ્રશાંત સિંહે જ્યારે પ્રોડક્શન એકતા કપૂરે કર્યું છે. જબરિયા જોડીએ રિલીઝના પહેલા દિવસે 3.15 કરોડની કમાણી કરી છે. પહેલા દિવસની કમામી અતિ સામાન્ય રહી ત્યારે વિકેન્ડમાં ફિલ્મ કેવી કમાણી કરે છે તે જોવાનું રહેશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરા પહેલા પણ હસી તો ફસીમાં સાથે દેખાઈ ચૂક્યા છે અને આ જોડી ફરી એકવાર લોકોનું મનોરંજન કરાવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ફિલ્મ જબરિયા જોડી નબિહારમાં ચાલતી પ્રથા પકડવા વિવાહ પર આધારિત છે. જો કે આ પ્રથા પહેલી નજરે ભલે ખોટી લાગતી હોય, પરંતુ સત્ય એ છે કે પકડવા વિવાહની શરૂઆત દહેજ પ્રથા સામે લડવા માટે થઈ હતી. ફિલ્મ જબરિયા જોડી દ્વારા પકડવા વિવાદનો આ કન્સેપ્ટ પહેલીવાર બોલીવુડમાં દેખાડવામાં આવ્યો છે. પ્રશાંત સિંહે ડિરેક્ટ કરેલી ફિલ્મ એક અનોખી લવસ્ટોરીની સાથે સાથે કોમેડીનો ડોઝ પણ આપવામાં આવ્યો હતો જો કે દર્શકોને પહેલા દિવસે મનોરંજન કરાવવામાં ફિલ્મ સફળ ન રહી.

sidharth malhotra parineeti chopra gujarati mid-day box office