ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ ઇમોશનલ કૉમેડી

05 August, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇડ હીરોઝ નામની આ ફિલ્મમાં અભિષેક બૅનરજી, અપારશક્તિ ખુરાના અને વરુણ શર્મા કામ કરી રહ્યા છે

ઇમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલીએ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. ‘સાઇડ હીરોઝ’ નામની આ ફિલ્મમાં અભિષેક બૅનરજી, અપારશક્તિ ખુરાના અને વરુણ શર્મા કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ પ્રથમ વખત આ ત્રણ અભિનેતાઓને એકસાથે સ્ક્રીન પર લાવશે. ફિલ્મમાં વર્ષો પછી એક રીયુનિયનમાં મળેલા બાળપણના ત્રણ મિત્રોની ભાવનાત્મક છતાં કૉમેડી વાર્તા દર્શાવવામાં આવશે. આ રીયુનિયનમાં તેઓ સપનાં, પ્રેમ, યાદો અને જીવનની થીમ્સની શોધ કરતા ખરા સુખનો અર્થ ફરીથી શોધે છે.

imtiaz ali bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news