ઍક્શનથી ભરપૂર ક્રૅકડાઉન માટે ઉત્સુક શ્રિયા પિલગાંવકર

09 September, 2020 06:58 PM IST  |  Mumbai | Harsh Desai

ઍક્શનથી ભરપૂર ક્રૅકડાઉન માટે ઉત્સુક શ્રિયા પિલગાંવકર

શ્રિયા પિલગાંવકર

શ્રિયા પિલગાંવકર તેની ઍક્શનથી ભરપૂર ‘ક્રૅકડાઉન’ માટે ખૂબ જ ઉત્સુક છે. શ્રિયાની હાલમાં જ ‘ધ ગોન ગેમ’માં આવી હતી. આ શોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. તે હવે અપૂર્વ લાખિયાની ‘ક્રૅકડાઉન’માં સાકિબ સલીમ સાથે જોવા મળશે. આ એક નૅશનલ-સિક્યૉરિટી પર આધારિત સિરીઝ છે. આ શોમાં તે દિવ્યાનું મહારાષ્ટ્રિયન છોકરીનું પાત્ર ભજવી રહી છે, જેને જબરદસ્તી મિશનમાં સમાવેશ કરવામાં આવે છે. તે આ સિરીઝમાં પોતાના સ્ટન્ટ જાતે કરશે. આ વિશે શ્રિયાએ કહ્યું હતું કે ‘મને ઍક્શન-થ્રિલર ખૂબ જ પસંદ છે અને હું એ હંમેશાંથી એક્સપ્લોર કરવા માગતી હતી. ‘ક્રૅકડાઉન’નો પાર્ટ બનવાથી હું ખૂબ જ ખુશ છું. હું બેઝિક શીખવા માટે છેલ્લા એક મહિનાથી ટ્રેઇનિંગ લઈ રહી છું, જે ખૂબ જ મહત્ત્વનું છે. મારી મોટા ભાગે હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બેટ છે. જોકે મારા માટે આ સહેલું નથી. મને ધીમે-ધીમે કૉન્ફિડન્સ આવ્યો હતો. આ માટે મારા ડિરેક્ટર અપૂર્વ લાખિયા અને ઍક્શન-ડિરેક્ટર જાવેદ સરનો ખૂબ જ આભાર માનું છું જેમણે ધીરજ રાખી હતી. હું પહેલી વાર ઍક્શન કરતી જોવા મળીશ. આથી મને ખબર હતી કે મારે કેવી મહેનત કરવાની છે અને હું એની તૈયારી સાથે આવી હતી. ઍક્ટિંગની આ જ બાબત મને પસંદ છે કે તમે તમારી જાતને ટ્રાન્સફૉર્મ કરી શકો.’

entertainment news bollywood bollywood news bollywood gossips shriya pilgaonkar harsh desai