11 January, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે શિયાળામાં સનલાઇટની મજા માણતી વખતે ફૅન્સ સાથે આવી મજાક કરી
હાલમાં શ્રદ્ધા કપૂરે સોશ્યલ મીડિયામાં શિયાળાના ઠંડકભર્યા વાતાવરણમાં હૂંફાળા તડકાની મજા માણતા કેટલાક સેલ્ફી શૅર કર્યા છે. આ તસવીરોમાં તે ખૂબ સ્ટાઇલિશ અને ખુશ દેખાઈ રહી છે. આ તસવીર પોસ્ટ કરતી વખતે તેણે ફૅન્સને મજાકમાં ધમકી પણ આપી હતી, ‘કોને-કોને તડકો નથી ગમતો? તમને હમણાં જ બ્લૉક કરું છું.’
પૈચાન કૌન?
થોડા દિવસો પહેલાં સાઉથનો સુપરસ્ટાર યશ કાલિનાના પ્રાઇવેટ ઍરપોર્ટ પરથી બૅન્ગલોર જઈ રહ્યો હતો. જોકે એ સમયે તેણે ચહેરા પર માસ્ક પહેર્યો હતો. યશે તેના ચહેરા અને વાળને માસ્ક તથા કૅપથી ઢાંકી દીધા હતા. જોકે યશે પોતાની ઓળખ છુપાવવાના બહુ પ્રયાસ કર્યા હોવા છતાં તેના ફૅન્સ તેને ઓળખી ગયા હતા.