સાઇના નેહવાલની બાયોપીકમાંથી શ્રદ્ધા કપુર OUT, આ અભિનેત્રીની થઇ એન્ટ્રી

15 March, 2019 02:15 PM IST  | 

સાઇના નેહવાલની બાયોપીકમાંથી શ્રદ્ધા કપુર OUT, આ અભિનેત્રીની થઇ એન્ટ્રી

શ્રદ્ધા કપુર

આજકાલ બોલીવુડમાં બાયોપિક ફિલ્મ બનાવવાનું ચલણ વધી રહ્યું છે. હાલમાં ભારતની સફળ અને અનેક લોકોની રોલ મોડલ એવી મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયોપિક ફિલ્મ બની રહી છે. જેને લઇને એક મોટા સમાચાર એવા આવી રહ્યા છે કે સાઇનાની બાયોપિકમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુરે આ ફિલ્મ છોડી દીધી છે. આ સમાચાર સાંભળીને સાઇના નેહવાલ અને શ્રદ્ધાના એમ બંનેના ચાહકોને ઝટકો લાગ્યો છે.

 અત્યારે શ્રદ્ધા કપુર “છિછોરે” ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તો તેન સાથે અન્ય એક ફિલ્મ “સ્ટ્રીટ ડાન્સર” 3D પર પણ કામ શરૂ કરી દીધું છે. આ કારણથી શ્રદ્ધાએ સાઇનાની બાયોપિકમાં કામ કરવાની ના પાડી દીધી છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે સાઇના નેહવાલની બાયોપિકમાં શ્રદ્ધા કપુરની જગ્યાએ પરિણીતિ ચોપરા જોવા મળશે. હાલમાં પરિણીતી ચોપરા બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની સાથે 'કેસરી' ફિલ્મમાં નજર આવશ. ત્યાર બાદ 'સંદીપ ઔર પિંકી ફરાર' અને 'જબરિયા જોડી' માં પણ નજર આવશે. તાજેતરમાં મળી રહેલી માહિતી પ્રમાણે શ્રદ્ધા કપુરે સાઇના નેહવાલની બાયોપિક ફિલ્મ પર કામ કરવાની ના પાડી દીધી છે. રિપોર્ટ્સ મુજબ શ્રદ્ધા કપુરે અન્ય ફિલ્મોની વ્યસ્તતાને કારણે આ ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. હાલ તે પહેલાથી જ ઘણી બધી ફિલ્મો પર કામ કરી રહી છે.

દર્શકો આ બાયોપિકને જોવા ઘણી ઉત્સાહિ હતા. આ ફિલ્મને લઇને શ્રદ્ધાએ ઘણી તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.

shraddha kapoor saina nehwal bollywood news