27 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવકુમાર, હેમા માલિનીથી લઈને જયા બચ્ચન જેવાં સ્ટાર્સ લીડ રોલમાં હતાં
કેટલીક ફિલ્મો એવી હોય છે જે કાયમ માટે લોકોના દિલમાં સ્થાન બનાવી લે છે. આવી જ એક ફિલ્મ છે ‘શોલે’. સલીમ-જાવેદે લખેલી સ્ક્રિપ્ટ પર બનેલી આ ફિલ્મે જબરદસ્ત સફળતા મેળવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવકુમાર, હેમા માલિનીથી લઈને જયા બચ્ચન જેવાં સ્ટાર્સ લીડ રોલમાં હતાં. હાલમાં આ સ્ટાર્સને ફિલ્મ માટે મળેલી ફીની વિગતો ચર્ચામાં છે.
રિપોર્ટ્સ અનુસાર ધર્મેન્દ્રને ‘શોલે’ના વીરુના રોલ માટે દોઢ લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે અમિતાભ બચ્ચનને તેમનાથી ઓછી એટલે કે એક લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી. ‘શોલે’માં સંજીવકુમારે ઠાકુર બલદેવ સિંહનો રોલ ભજવ્યો હતો અને તેમને સવા લાખ રૂપિયા મળ્યા હતા; જ્યારે અમજદ ખાન, જેમણે ફિલ્મના મુખ્ય ખલનાયક ગબ્બરનો રોલ ભજવ્યો હતો તેમને માત્ર પચાસ હજાર રૂપિયાની ફી આપવામાં આવી હતી.
ફિલ્મની ઍક્ટ્રેસની વાત કરીએ તો આ ફિલ્મમાં હેમા માલિનીને ધન્નોના રોલ માટે પંચોતેર હજાર રૂપિયાની ફી મળી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જયા બચ્ચનને સૌથી ઓછી લગભગ પાંત્રીસ હજાર રૂપિયા જેટલી ફી મળી હતી.