કોરોના વૅક્સિન મેળવનારી પહેલી ઍક્ટ્રેસ બની ગઈ શિલ્પા શિરોડકર

09 January, 2021 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના વૅક્સિન મેળવનારી પહેલી ઍક્ટ્રેસ બની ગઈ શિલ્પા શિરોડકર

શિલ્પા શિરોડકર

શિલ્પા શિરોડકર બૉલીવુડની પહેલી ઍક્ટ્રેસ બની ગઈ છે જેને કોરોના વૅક્સિન મળી છે. તેણે દુબઈમાં આ વૅક્સિન લગાવી છે. અનેક દેશોમાં વૅક્સિનેશનનો કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે. આપણા દેશમાં હજી સુધી રસીકરણ શરૂ નથી થયું. શિલ્પા દુબઈમાં રહે છે. વૅક્સિન લગાવ્યા બાદનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી કે ‘વૅક્સિન લગાવી અને હું સલામત છું. આ છે ન્યુ નૉર્મલ... હું આવી રહી છું ૨૦૨૧... થૅન્ક યુ દુબઈ.’

entertainment news bollywood bollywood news coronavirus covid19