ગણપતિ બાપ્પા મોરિયાના ગૂંજ સાથે શિલ્પા શેટ્ટીના ઘરે થયું બાપ્પાનું આગમન

01 September, 2019 09:23 PM IST  |  મુંબઈ ડેસ્ક

ગણપતિ બાપ્પા મોરિયાના ગૂંજ સાથે શિલ્પા શેટ્ટીના ઘરે થયું બાપ્પાનું આગમન

શિલ્પા શેટ્ટી (તસવીર સૌજન્ય પલ્લવ પાલીવાલ)

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ગણેશ ઉત્સવના પ્રસંગે પોતાના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ માટે ગણપતિની મૂર્તિની સ્થાપના કરી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં શિલ્પા શેટ્ટીને પોતાના ઘરે ગણપતિ બાપ્પાને લઇ આવતી જોઈ શકાય છે. આ અવસરે તે સતત ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવે છે અને તે ખૂબ જ ખુશ પણ છે.

શિલ્પા શેટ્ટી દર વર્ષે પોતાના ઘરે ગણપતિ બાપ્પાની વિધિ પ્રમાણે પૂજા-અર્ચના અને પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને પછી તેમનું વિધિવત વિસર્જન પણ કરે છે. શિલ્પા શેટ્ટીની જેમ જ બોલીવુડના કેટલાય કલાકારો પોતાના ઘરે ગણપતિની મૂર્તિ લાવે છે. જેમાં સલમાન ખાન, ગોવિંદા, શાહરુખ ખાન. એકતા કપૂર જેવા મોટા મોટા નામ સામેલ છે. આવતાં 10 દિવસો સુધી મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ રહેશે. બોલીવુડમાં તેની શરૂઆત શિલ્પા શેટ્ટીએ કરી દીધી છે.

નોંધનીય છે કે આવતાં 10 દિવસો સુધી મહારાષ્ટ્રમાં અને દેશના અન્ય વિસ્તારોમાં પણ ગણેશોત્સવની ધૂમ રહેશે. પણ આ તહેવારને મહારાષ્ટ્રમાં વધારે ઉત્સાહ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. બોલીવુડના કેટલાય સિતારાઓ પોતાના ઘરે ગણેશજીની મૂર્તિ લાવે છે અને પૂજા કરે છે. તો કેટલાક કલાકારો ગણેશ પંડાલમાં જઇને બાપ્પાના દર્શન કરે છે. જેમાં મુખ્યત્વે લાલબાગચા રાજાનું નામ મોખરે છે.

આ પણ વાંચો : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ એ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેનો દીકરો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મટકી ફોડતો જોવા મળ્યો. આ વીડિયોમાં શિલ્પાના પતિ રાજ કુન્દ્રા પણ દેખાય છે.

shilpa shetty bollywood bollywood events bollywood gossips bollywood news