✕

ગુરુ નાનક જયંતી પર પરિવાર સાથે ગુરુદ્વારા પહોંચી શિલ્પા શેટ્ટી

25 November, 2026 06:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુનાનક જયંતીના પવિત્ર અવસરે શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા અને બાળકો વિઆન તથા સમીશા સાથે સાંતાક્રુઝના ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેણે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા અને બહાર નીકળતી વખતે ફોટોગ્રાફર્સને પ્રસાદ પણ વહેંચ્યો હતો.

ગુરુ નાનક જયંતી પર પરિવાર સાથે ગુરુદ્વારા પહોંચી શિલ્પા શેટ્ટી

ગઈ કાલે ગુરુનાનક જયંતીના પવિત્ર અવસરે શિલ્પા શેટ્ટીએ સાંતાક્રુઝમાં આવેલા ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેની સાથે પતિ રાજ કુન્દ્રા અને બાળકો વિઆન અને સમીશા પણ હતાં. આ સમયે શિલ્પા ગુરુદ્વારામાં પ્રાર્થના કરતી અને આશીર્વાદ મેળવતી જોવા મળી હતી. ગુલાબી રંગના સુંદર પરંપરાગત પોશાકમાં સજ્જ શિલ્પા આ પ્રસંગે સાદગીભર્યા છતાં આકર્ષક અંદાજમાં જોવા મળી હતી. ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે તેના હાથમાં પ્રસાદ હતો અને તેણે આ પ્રસાદ ફોટોગ્રાફર્સને પણ આપ્યો હતો.

shilpa shetty raj kundra bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news