29 May, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી
૮ જૂનના દિવસે ૫૦ વર્ષની થઈ જનાર એક સમયની સુપરહૉટ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ ઍક્ટિવિટીને કારણે જાણીતી છે. હાલમાં એક ઇવેન્ટમાં સ્ટાઇલિશ લુકમાં પહોંચેલી શિલ્પા શેટ્ટીની પાતળી કમર બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ લુકમાં શિલ્પાને જોઈને લાગતું હતું કે પચાસે પહોંચવા આવેલી શિલ્પાનો જાદુ આજે પણ જળવાયેલો છે.
આ ઇવેન્ટમાં સેલિબ્રિટીઝ ગાઉન અને લૉન્ગ ડ્રેસ પહેરીને પહોંચી હતી ત્યારે શિલ્પાએ સ્ટાઇલિશ સ્કર્ટ-સૂટ પસંદ કર્યો. તેના આઉટફિટની યુનિક સ્ટાઇલ, ડીટેલિંગ અને ક્લાસીનેસ જોવાલાયક હતી. ગ્લૅમરસ લુકની સાથે શિલ્પાએ પોતાનું ફિગર પણ ફ્લૉન્ટ કરીને બતાવ્યું હતું.
આ આઉટફિટ સાથે શિલ્પાએ ક્રૉપ્ડ જૅકેટ પહેર્યું, જેની ફુલ સ્લીવ્સ અને રાઉન્ડ નેક એરિયા પણ આકર્ષક લાગ્યા. જૅકેટને સ્ટાઇલિશ ટચ આપવા માટે બે ખિસ્સાં પણ ઉમેરવામાં આવ્યાં હતાં. સાથે જ રાઉન્ડ આકારનાં ગોલ્ડન બટન લગાવીને શિલ્પા શેટ્ટીનો લુક પર્ફેક્ટ બનાવવામાં આવ્યો હતો.