શિલ્પા શેટ્ટીએ દુનિયાને જણાવી સોશ્યલ મીડિયાની હકીકત, તમે પણ જાણી લો

20 July, 2020 08:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિલ્પા શેટ્ટીએ દુનિયાને જણાવી સોશ્યલ મીડિયાની હકીકત, તમે પણ જાણી લો

શિલ્પા શેટ્ટી અને સોશ્યલ મીડિયા પર શૅર કરેલી તસવીર

અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને જિંદગની હકીકત લોકોને સમજાવી છે અને કહ્યું છે કે, જે દેખાય તેના પર જ ફક્ત વિશ્વાસ ન કરવો.

શિલ્પા શેટ્ટીએ અરીસા સામે અડધા ખાધેલા સફરજનની તસવીર શૅર કરી છે. અરીસામાં સફરજનનો અડધો ખાધેલો ભાગ નથી દેખાતો. આ તસવીરની સરખામણી અભિનેત્રીએ સોશ્યલ મીડિયાની જિદગી સાથે કરી છે. સાથે જ કૅપ્શનમાં લખ્યું છે કે, સોશ્યલ મીડિયામાં ઘણું બધું એવું છે જે આપણે જીવીએ છીએ તેવી જિંદગીને ઢાંકી દેવા માટે શેર કરવામાં આવે છે. સંઘર્ષ, તકલીફો, કપરા દિવસો, તૂટેલા દિલ, અસુરક્ષાની ભાવના અન બીજું ઘણું બધું છે જે આરામથી ફિલ્ટરની પાછળ છુપાવી શકાય છે. પણ એક વસ્તુ એવી પણ છે જે પ્રાચીનકાળથી આપણે પહેરીએ છીએ.

વધુમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, જે રીતે આપણે આપણી તકલીફો સોશ્યલ મીડિયામાં શેર નથી કરતા તેમ લોકો પણ નથી કરતા. કોઈની જિંદગી પરફેક્ટ નથી. મોટાભાગના લોકો સાથે તેમની તકલીફો છે, તેની સામે તેઓ લડી રહ્યા છે. આથી તમે સોશ્યલ મીડિયાની આ ઝાળમાં ફસાવ નહિ અને જે પણ તમે જોવો છો તેની પર ભરોસો ન કરો, સાથે તેને તમારા મન અને ભાવનાઓ પર હાવી ન થવા દો. આપણામાંથી કોઈનું જીવન ગુલાબ ભરેલા બેડ જેવું નથી, પરંતુ સોશ્યલ મીડિયામાં આપણે બધા સાથે છીએ. આપણે સાથે મળીને આ માધ્યમને પૉઝિટિવ બનાવીએ. એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે એક એવું ‘ગામ’ જેમાં નકારાત્મકતા ઓછી અને સકારાત્મકતા વધારે ‘ગ્રામ’ હોય. મજબૂત રહો, મારા ઈન્સ્ટાફૅમ ચલો એક ખુશ અને સ્વસ્થ સમાજ બનાવીએ અને એકવાર ફરીથી પોતાને ખાતરી આપીએ કે આ સમય પણ વીતી જશે, સ્વસ્થ રહો, મસ્ત રહો.

શિલ્પા શેટ્ટીના આ પોસ્ટના ફૅન્સ બહુ વખાણ કરી રહ્યાં છે અને પ્રોત્સાહિત કરવા બદલ આભાર માની રહ્યાં છે.

entertainment news bollywood social networking site bollywood news bollywood gossips shilpa shetty