ઈજાગ્રસ્ત લોકો માટે યોગની ટિપ્સ આપી શિલ્પાએ

02 March, 2021 11:54 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઈજાગ્રસ્ત લોકો માટે યોગની ટિપ્સ આપી શિલ્પાએ

ઈજાગ્રસ્ત લોકો માટે યોગની ટિપ્સ આપી શિલ્પાએ

શિલ્પા શેટ્ટી કુંદ્રાએ એવા લોકો માટે યોગની ટિપ્સ આપી છે જેમને ઈજા થઈ છે. તેણે પશ્ચિમોત્તાનાસન કરીને જણાવ્યું છે કે તમારા શરીરની ઈજાને ધ્યાનમાં રાખીને તમે તમારા શરીરને એ પ્રકારે વાળી શકો છો. શિલ્પા લોકોને હેલ્થને લઈને સતત જાગૃત કરતી રહે છે તો ક્યારેક હેલ્ધી ફૂડની પણ ટિપ્સ આપે છે. ફની વિડિયો કે ફોટો શૅર કરીને લોકોનું મનોરંજન પણ કરે છે. યોગ માટે લોકોને પ્રોત્સાહન પૂરું પાડતો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી કે ‘લોકોને ક્યારેક એવું લાગે છે કે આપણે કુદરતના સાંનિધ્યમાં જઈને વસીએ, તાજી હવા લઈએ અને શરીરને થોડું સ્ટ્રેચ કરીએ. આ પોતાની જાતમાં જ એક કાયાકલ્પનો અનુભવ છે. થોડા મહિના પહેલાં હું જ્યારે મનાલીમાં હતી ત્યારે હું દરરોજ સવારે આ સુંદર નજારાનો આનંદ લેતી હતી. એક દિવસ મેં પશ્ચિમોત્તાનાસન અથવા તો શરીરને આગળની તરફ ઝુકાવતું આસન કરવાનો નિર્ણય લીધો હતો. આ જોવામાં કદાચ સરળ લાગે પરંતુ એ આસન કરોડરજ્જુ, ખભા અને ઘૂંટણની નસોને સ્ટ્રેચ કરે છે. એનાથી શરીરના નીચલા ભાગમાં બ્લડ-સર્ક્યુલેશન વધે છે. તમને જ્યારે પણ એમ લાગે કે તમારું શરીર જકડાઈ ગયું છે તો આ આસન તમે કરી શકો છો. તમારી શારીરિક ક્ષમતાને આધારે જ તમે આ આસન કરી શકો છો. જો તમને નિતંબ, પીઠ અથવા તો ખભાના ભાગમાં કોઈ ઈજા હોય તો તમારા શરીરને તકલીફ ન થાય એ પ્રમાણે શરીરને ઢાળી શકો છો.’

shilpa shetty bollywood news bollywood bollywood ssips yoga