રાજ કુન્દ્રાના કેસમાં મારા સ્ટેટમેન્ટને સાઇબર સેલ પાસેથી મેળવી શકો છો : શર્લિન ચોપડા

23 July, 2021 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૉર્નોગ્રાફીના કેસમાં રાજ કુન્દ્રાની અરેસ્ટ કરવામાં આવી છે. આથી ઘણા જર્નલિસ્ટ શર્લિન ચોપડાને ફોન અને મેસેજિસ કરી રહ્યા છે

શર્લિન ચોપડા

રાજ કુન્દ્રાના કેસમાં શર્લિન ચોપડાએ મીડિયાને કહ્યું છે કે તેણે મહારાષ્ટ્ર સાઇબર સેલમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની કૉપી મેળવી શકો છો. પૉર્નોગ્રાફીના કેસમાં રાજ કુન્દ્રાની અરેસ્ટ કરવામાં આવી છે. આથી ઘણા જર્નલિસ્ટ શર્લિન ચોપડાને ફોન અને મેસેજિસ કરી રહ્યા છે. શર્લિને એક વિડિયો શૅર કરીને કહ્યું હતું કે ‘છેલ્લા થોડા દિવસથી જર્નલિસ્ટ અને મીડિયાપર્સન મને કૉલ, ઈ-મેઇલ અને ટેક્સ્ટ કરી રહ્યા છે કે આ ટૉપિક પર મારો શું વિચાર છે. હું દરેકને જણાવવા માગું છું કે આ કેસમાં મહારાષ્ટ્ર સાઇબર સેલને સ્ટેટમેન્ટ આપનારી હું પહેલી વ્યક્તિ હતી. હું પહેલી એવી વ્યક્તિ હતી જેણે તેમને આર્મ્સપ્રાઇમ વિશે માહિતી આપી હતી. મહારાષ્ટ્ર સાઇબર સેલે જ્યારે મને સમન્સ મોકલ્યા હતા ત્યારે હું અન્ડરગ્રાઉન્ડ નહોતી થઈ અને મિસિંગ પણ નહોતી થઈ ગઈ. મેં આ શહેર અથવા તો આ દેશ છોડવાની કોશિશ પણ નહોતી કરી. માર્ચ ૨૦૨૧માં સાઇબર સેલની ઑફિસમાં જઈને મેં મારું ન્યુટ્રલ સ્ટેટમેન્ટ આપ્યું હતું. મિત્રો, આ વિશે ઘણુંબધું કહેવા જેવું છે પરંતુ આ મૅટર હવે કેસમાં પરિણમી છે એથી મારે એ વિશે કમેન્ટ કરવી યોગ્ય નથી. હું દરેકને વિનંતી કરું છું ખાસ કરીને જર્નલિસ્ટને કે તેઓ મહારાષ્ટ્ર સાઇબર સેલને આ વિશે સવાલ કરે. તમે તેમને વિનંતી કરીને મારું સ્ટેટમેન્ટ પણ માગી શકો છો.’

bollywood news sherlyn chopra raj kundra