પહેલી ફિલ્મની રિલીઝ પહેલાં જ શર્વરીએ સાઇન કરી બીજી ફિલ્મ

23 September, 2020 06:23 PM IST  |  Mumbai | Harsh Desai

પહેલી ફિલ્મની રિલીઝ પહેલાં જ શર્વરીએ સાઇન કરી બીજી ફિલ્મ

શર્વરી વાઘ

કબીર ખાનની ‘ધ ફર્ગોટન આર્મી’માં જોવા મળેલી શર્વરી વાઘની પહેલી ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં તેણે બીજી ફિલ્મ સાઇન કરી લીધી છે. વેબ-શો દ્વારા શો બિઝનેસમાં એન્ટ્રી કરનાર શર્વરીને યશરાજ ફિલ્મ્સની ‘બંટી ઔર બબલી 2’ માટે પસંદ કરવામાં આવી હતી. જોકે તેણે હવે આ પ્રોડક્શન-હાઉસ સાથે ત્રણ ફિલ્મની ડીલ સાઇન કરી લીધી છે અને એમાંની બીજી ફિલ્મ તેણે સાઇન પણ કરી છે. આ ફિલ્મની જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. પહેલી ફિલ્મમાં તેની સામે સિદ્ધાંત ચતુર્વેદી છે, પરંતુ બીજી અને ત્રીજી ફિલ્મમાં તેની સામે મોટા સ્ટારને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ વિશે ટ્રેડ સૂત્રએ કહ્યું હતું કે ‘યશરાજ ફિલ્મ્સે હાલમાં જ શર્વરી સાથે ત્રણ ફિલ્મની ડીલ કરી છે. ‘બંટી ઔર બબલી 2’માં શર્વરીનું કામ જોઈને આદિત્ય ચોપડા ખુશ થઈ ગયો હતો. તેની ટૅલન્ટને જોઈને તેની સાથે ત્રણ ફિલ્મની ડીલ સાઇન કરી છે. તેને બીજો પ્રોજેક્ટ પણ આપવામાં આવ્યો છે. આદિત્ય ચોપડાનું માનવું છે કે શર્વરી તેની ટૅલન્ટને કારણે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બનશે.’

શર્વરી એક આઉટસાઇડર હોવા છતાં તેને ‘બંટી ઔર બબલી 2’માં પસંદ કરવામાં આવી હતી. તે છેલ્લાં બે વર્ષથી તેની ફિલ્મ માટે તૈયારી કરી રહી હતી. આ વિશે ટ્રેડ સોર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘શર્વરી ગુડ લુક્સ અને ગુડ ટૅલન્ટનું મિક્સ છે. તેની ટૅલન્ટ લોકોની સામે આવે એ જરૂરી છે. તેણે કબીર ખાન જેવા મોટા ડિરેક્ટર સાથે ‘ધ ફર્ગોટન આર્મી’માં કામ કરીને સૌને આશ્ચયચકિત કરી દીધા હતા. આ પ્રોડક્શન-હાઉસ દ્વારા ત્રણ ફિલ્મ માટે સાઇન કરી હોવાથી ફ્રેશ ફેસ તરીકે અન્ય પ્રોડ્યુસર્સનું ધ્યાન પણ તેના પર જાય એ નવાઈની વાત નથી.’

entertainment news bollywood bollywood news bollywood gossips harsh desai