એક ઇન્ટરેસ્ટિંગ સ્પોર્ટ છે શાર્પશૂટિંગ : ભૂમિ પેડણેકર

30 August, 2019 11:04 AM IST  |  મુંબઈ

એક ઇન્ટરેસ્ટિંગ સ્પોર્ટ છે શાર્પશૂટિંગ : ભૂમિ પેડણેકર

એક ઇન્ટરેસ્ટિંગ સ્પોર્ટ છે શાર્પશૂટિંગ : ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું માનવું છે કે શાર્પશૂટિંગ એક ઇન્ટરેસ્ટિંગ સ્પોર્ટ છે. ભૂમિ ‘સાંડ કી આંખ’માં ભારતની સૌથી વૃદ્ધ મહિલા શૂટર ચન્દ્રો તોમરની  ભૂમિકામાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ પ્રકાશી તોમરનું પાત્ર ભજવી રહી છે. શાર્પશૂટિંગ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘શાર્પશૂટિંગ એક ઇન્ટરેસ્ટિંગ સ્પોર્ટ છે. ચન્દ્રો તોમરનું પાત્ર ભજવતાં આ ગેમ વિશે હું ઘણુંબધું શીખી છું. મેરઠના એ ગામમાં હું કેટલાક લોકોને મળી હતી. એના કારણે મને જાણવા મળ્યું હતું કે ત્યાંના લોકો શાર્પશૂટિંગને લઈને કેટલા ઉત્સાહિત છે. તેઓ આ સ્પોર્ટ માટે એટલી તો સખત મહેનત કરે છે કે હું પણ ચોંકી ગઈ હતી. આ સ્પોર્ટને લઈને જોશ વધી રહ્યું છે. હું આશા રાખું છું કે આ સ્પોર્ટ માટે બાહોશ ખેલાડીઓ મળે.’
હૉકીના લેજન્ડ મેજર ધ્યાન ચંદની ૧૧૪મી બર્થ-ઍનિવર્સરી ગઈ કાલે હતી. એ દિવસને નૅશનલ સ્પોર્ટ્સ ડે તરીકે મનાવવામાં આવે છે. એથી ‘સાંડ કી આંખ’માં પ્રકાશી તોમરનું પાત્ર ભજવતી તાપસી પન્નુએ કહ્યું હતું કે ‘એક એવી મહિલાનું પાત્ર ભજવવું જેણે તમામ અડચણોને માત આપીને હાથમાં ગન ઉપાડી હતી અને સફળતા તથા પોતાના ધ્યેયને સાધવા માટે આગળ વધી. મોટી વયે ધાર્યું પરિણામ મેળવીને તેણે સૌને પ્રેરણા આપી છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન હું તેમના ઘરે રોકાઈ હતી. મેં જોયું હતું કે કેવી રીતે બન્ને શાર્પશૂટિંગને પ્રોત્સાહન આપે છે. ગ્રામીણ વિસ્તારમાંથી આવતી હોવા છતાં પણ આ બન્ને મહિલાઓએ પુરવાર કરી આપ્યું છે કે જ્યારે સ્પોર્ટ્સ, દૃઢ મનોબળ અને પોતાનાં સપનાંને પૂરાં કરવાની વાત આવે તો તેઓ પણ વિશ્વની અન્ય મહિલાઓ કરતાં પાછળ પડે એમ નથી.’

bhumi pednekar bollywood news