‘ભોલા’માં શાર્પ અને સુપરફાસ્ટ ઍક્શન જોવા મળશે : અજય દેવગન

04 March, 2023 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્શનને એક નવી દિશા આપવાનો અમારો ઉદ્દેશ છે. મારા પિતા વીરુ દેવગનના સુપરવિઝન હેઠળ હું તેમને રચનાત્મક ઍક્શન કરતો જોતો આવ્યો છું. મને સ્ટન્ટ્સને સંબંધિત પડકાર ઝીલવા ગમે છે.’

અજય દેવગન

અજય દેવગને જણાવ્યું છે કે તેની આગામી ફિલ્મ ‘ભોલા’માં શાર્પ અને સુપરફાસ્ટ ઍક્શન અને ચેઝિંગ સીક્વન્સ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તબુ, સંજય શર્મા, વિનીત કુમાર અને ગજરાજ રાવ જોવા મળવાનાં છે. આ ફિલ્મ ૩૦ માર્ચે થિયેટરમાં 3Dમાં રિલીઝ થવાની છે. ફિલ્મની ઍક્શન વિશે અજય દેવગને કહ્યું કે ‘હું ચાહું છું કે લોકો ઍક્શન અને એના વાઇબનો જાતે અનુભવ કરે. ફિલ્મ ગ્રામીણ ભારત પર આધારિત છે. ફિલ્મમાં ફાઇટ અને ચેઝિંગ સીક્વન્સ રેઝર-શાર્પ અને સુપરફાસ્ટ છે. એમાં ફાઇટર્સ ખતરનાક છે. ઍક્શનને એક નવી દિશા આપવાનો અમારો ઉદ્દેશ છે. મારા પિતા વીરુ દેવગનના સુપરવિઝન હેઠળ હું તેમને રચનાત્મક ઍક્શન કરતો જોતો આવ્યો છું. મને સ્ટન્ટ્સને સંબંધિત પડકાર ઝીલવા ગમે છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news ajay devgn