સુશાંતની મમ્મીનો ફોટો શૅર કરીને અંકિતાએ જણાવ્યું, તમે બન્ને સાથે હશો

09 August, 2020 12:09 PM IST  |  Mumbai Desk | Agencies

સુશાંતની મમ્મીનો ફોટો શૅર કરીને અંકિતાએ જણાવ્યું, તમે બન્ને સાથે હશો

અંકિતા લોખંડે

સુશાંતસિંહ રાજપૂતની મમ્મીનો ફોટો શૅર કરીને અંકિતા લોખંડેએ જણાવ્યું કે ‘મને વિશ્વાસ છે કે તેઓ બન્ને સાથે જ હશે. સુશાંત તેની મમ્મીને ખૂબ મિસ કરતો હતો. સુશાંતની સુસાઇડે લોકોને ચોંકાવી દીધા છે. તેના ફૅન્સ સુશાંતને ન્યાય મળે એવી માગણી કરી રહ્યા છે. તેના કેસની તપાસ ચાલી રહી છે. પોલીસે અનેક લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. સુશાંતની મમ્મીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અંકિતાએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વાસ છે કે તમે બન્ને સાથે જ હશો.’
આ ફોટો પર સુશાંતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ કમેન્ટ કરી હતી, ‘હા, સાચી વાત છે. લવ યુ બેબી. સ્ટ્રૉન્ગ રહે તું. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આપણે આ લડાઈ સાથે મળીને લડવાનાં છીએ.’

ankita lokhande sushant singh rajput bollywood bollywood news bollywood gossips