રાજકુમાર રાવ સાથે ‘શ્રી’માં કામ કરશે શરદ કેળકર

23 November, 2022 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રતન તાતા પાસેથી મળેલા ફન્ડિંગની મદદથી બોલાન્ટ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરનાર એ કંપનીના કો-ફાઉન્ડર શ્રીકાન્ત ભોલાની આ બાયોપિક છે, જેમણે ઘણા લોકોને રોજગારી પૂરી પાડી હતી.

રાજકુમાર રાવ

શરદ કેળકર હવે રાજકુમાર રાવ સાથે કામ કરવાનો છે. શ્રીકાન્ત ભોલાની બાયોપિક ‘શ્રી’માં તે હવે કામ કરતો જોવા મળશે. રતન તાતા પાસેથી મળેલા ફન્ડિંગની મદદથી બોલાન્ટ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરનાર એ કંપનીના કો-ફાઉન્ડર શ્રીકાન્ત ભોલાની આ બાયોપિક છે, જેમણે ઘણા લોકોને રોજગારી પૂરી પાડી હતી. આ ફિલ્મને ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ અને તુષાર હીરાનંદાની દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં રાજકુમાર સાથે અલાયા ફર્નિચરવાલા અને જ્યોતિકા પણ જોવા મળશે. આ વિશેનો ફોટો શૅર કરીને શરદ કેળકરે કૅપ્શન આપી હતી, ‘શ્રીકાન્ત ભોલાની બાયોપિક ‘શ્રી’માં કામ કરવાની મને ખુશી છે. રાજકુમાર રાવ, અલાયા એફ અને જ્યોતિકા સાથે કામ કરવા માટે હું ઉત્સુક છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news sharad kelkar rajkummar rao