21 August, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શંકર મહાદેવન
ગ્રૅમી વિજેતા સંગીતકાર શંકર મહાદેવન હવે મુંબઈમાં એક અનોખી રેસ્ટોરાં-ચેઇન શરૂ કરવા જઈ રહ્યો છે જે પ્રખ્યાત લેખક આર. કે. નારાયણના કાલ્પનિક શહેર માલગુડીથી પ્રેરિત હશે.
તાજેતરમાં ફારાહ ખાન પોતાના વ્લૉગના શૂટિંગ માટે શંકર મહાદેવનના નવી મુંબઈના વાશીસ્થિત ઘરે ગઈ હતી ત્યારે શંકર મહાદેવને માહિતી આપી હતી કે તે બહુ જલદી ‘માલગુડી’ નામની રેસ્ટોરાં-ચેઇન શરૂ કરવા જઈ રહ્યો છે. તેણે વિશેષ માહિતી આપતાં કહ્યું કે ‘‘માલગુડી’ના મેનુમાં સમાવાયેલાં તમામ વ્યંજનો મેં જાતે પસંદ કર્યાં છે. આ ચેઇનમાં ત્રણ રેસ્ટોરાં હશે, જે ચેમ્બુર, બોરીવલી અને લોઅર પરેલમાં ખોલવામાં આવશે. અમે અહીં મુલબગલ ઢોસા પીરસીશું જેની રેસિપી ૧૦૦ વર્ષ જૂની છે. મને ખાતરી છે કે આવો સ્વાદ પહેલી વખત માણવા મળશે.’