06 July, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શનાયાની પહેલી ફિલ્મના આ ટ્રેલરને તેના બૉયફ્રેન્ડ કરણ કોઠારીએ પણ શૅર કર્યું
સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘આંખોં કી ગુસ્તાખિયાં’ રિલીઝ માટે તૈયાર છે, જેમાં વિક્રાંત મેસી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે અને બધાને પસંદ પડ્યું છે. શનાયાની પહેલી ફિલ્મના આ ટ્રેલરને તેના બૉયફ્રેન્ડ કરણ કોઠારીએ પણ શૅર કર્યું અને શનાયાની સફરની પ્રશંસા કરી. તેણે જણાવ્યું કે શનાયાએ ‘કોઈ શૉર્ટકટ’ કે ‘ફાસ્ટ ફૉર્વર્ડ’નો સહારો લીધો નથી અને આ સ્થાન સુધી પહોંચવા માટે ફક્ત સખત મહેનત કરી છે.
કરણ કોઠારીની આ સોશ્યલ મીડિયા પોસ્ટ વાઇરલ થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે શનાયા તેના કૉલેજફ્રેન્ડ અને મુંબઈના રહેવાસી કરણ કોઠારીને ડેટ કરી રહી છે. એવું કહેવાય છે કે તે એક ઉદ્યોગપતિ છે અને તેના પિતા અવિનાશ કોઠારી ‘કોઠારી ફાઇન જ્વેલ્સ’ના માલિક છે. આમ કરણ અત્યંત શ્રીમંત ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. ભૂતકાળમાં શનાયા ‘કોઠારી ફાઇન જ્વેલ્સ’ માટે મૉડલ બની હતી. ચર્ચા છે કે આ બન્નેએ લૉસ ઍન્જલસમાં એકસાથે અભ્યાસ કર્યો છે. જોકે બન્ને તરફથી હજી સુધી કોઈએ આ વાતનો સ્વીકાર નથી કર્યો.