તે અમારી પરવાનગી વગર મૅરેજ નહીં કરે:શક્તિ કપૂર

24 March, 2019 10:17 AM IST  | 

તે અમારી પરવાનગી વગર મૅરેજ નહીં કરે:શક્તિ કપૂર

શક્તિ કપૂર અને શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરનાં લગ્નને લઈને ચાલતી અટકળોને વિરામ આપતાં તેના ડૅડી શક્તિ કપૂરે આ તમામ ખબરોને રદિયો આપ્યો હતો અને સાથે જ જણાવ્યુ હતું કે તે પોતાના પેરન્ટ્સની મંજૂરી વગર મૅરેજ નહીં કરે. શ્રદ્ધા કપૂર તેના કહેવાતા બૉયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરવાની છે એવી અફવા ફેલાઈ છે. જોકે આ ચર્ચા પર શ્રદ્ધા કે રોહને કોઈ પ્રતિક્રિયા નથી આપી. આ સંદર્ભે ચોખવટ કરતાં શક્તિ કપૂરે કહ્યું હતું કે ‘આ બધી માત્ર અફવા છે. એમાં કોઈ સત્ય નથી. આવનારાં ચારથી પાંચ વર્ષમાં શ્રદ્ધાનો લગ્નનો કોઈ ઇરાદો નથી. તે હાલમાં ખૂબ વ્યસ્ત છે અને વિવિધ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ પણ વાંચોઃ શ્રદ્ધાએ પિતા શક્તિ કપૂરને ક્રાઇમ માસ્ટર ગો ગોનો મગ ગિફ્ટમાં આપ્યો

આગામી બે વર્ષ માટેનું તેનું શેડ્યુલ પૅક છે. લગ્નની આ અફવા ફેલાવવામાં આવી છે. મારી દીકરીની લાઇફમાં જે કંઈ થાય છે તે મને દરેક વસ્તુ જણાવે છે. તે તેના પેરન્ટ્સનપરવાનગી સિવાય લગ્ન પણ નહીં કરે.’

shraddha kapoor shakti kapoor bollywood news