09 October, 2023 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શક્તિ કપૂર અને શિવાંગી કપૂર
શક્તિ કપૂરે જણાવ્યું છે કે તેમની વાઇફ શિવાંગી કપૂરે તેના માટે ઍક્ટિંગની કરીઅરનો ત્યાગ કર્યો હતો. શિવાંગીએ બાળપણથી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. આ બન્નેની મુલાકાત ફિલ્મના શૂટિંગ દરમ્યાન થઈ હતી. લવ સ્ટોરી વિશે શક્તિ કપૂરે કહ્યું કે ‘અમે એકબીજાને મળ્યાં અને પ્રેમમાં પડ્યાં હતાં. મને એવો એહસાસ થયો કે તેના જેવી સુંદર અને ઘરેલુ યુવતી મને નહીં મળે. આવી રીતે અમારો પ્રેમ પાંગર્યો હતો. લોકો તેને ફિલ્મોની ઑફર કરતા હતા. તે સાઇન કરતી હતી. તેણે સાવન કુમાર ટાંકની ‘લૈલા’ સાઇન કરી હતી. મારી તો હાલત જ ખરાબ થઈ ગઈ હતી, કેમ કે હું તેની લાઇફનો મજનૂ હતો. હું તેની પાસે ગયો અને તેને વિનંતી કરી કે કામ ન કર. હું ચાહું છું કે તું એક હાઉસવાઇફ રહે. આજે અમારાં લગ્નને ચાળીસ વર્ષ થયાં છે. તેણે મારા માટે પોતાની કરીઅર છોડી દીધી હતી. હું આજે પણ તેની સામે હાથ જોડું છું. તે મારા જીવનમાં ખૂબ સુકૂન અને સમૃદ્ધિ લઈને આવી છે.’