શ્રદ્ધા કપૂરના લગ્ન વિશે પિતા શક્તિ કપૂરે કરી આ વાત, જાણો શું છે જવાબ

12 July, 2019 02:00 PM IST  |  મુંબઈ ડેસ્ક

શ્રદ્ધા કપૂરના લગ્ન વિશે પિતા શક્તિ કપૂરે કરી આ વાત, જાણો શું છે જવાબ

શક્તિ કપૂર સાથે શ્રદ્ધા કપૂર

બોલીવુડ અભિનેતા શક્તિ કપૂરે દીકરી શ્રદ્ધાના લગ્નની ચર્ચા વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયામાં એવા રિપોર્ટ્સ હતા કે શ્રદ્ધા પોતાના કહેવાતાં બૉયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ સાથે આવતાં વર્ષે લગ્ન કરી શકે છે. આ વિશે જ્યારે શક્તિ કપૂરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે રસપ્રદ જવાબ આપ્યો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જ્યારે શક્તિ કપૂરને પૂછવામાં આવ્યું કે તેની દીકરી 2020માં લગ્ન કરવા જઈ રહી છે ત્યારે આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતાં તેણે કહ્યું, ખરેખર? મારી દીકરીના લગ્ન થઈ રહ્યા છે? મારી તમને વિનંતી છે કે મને લગ્ન બોલાવવાનું ભૂલતાં નહી. મને કહી દેજો કે લગ્ન ક્યાં થઈ રહ્યા છે, હું પહોંચી જઈશ. હું એક પિતા છું, છતાં મને કંઈ નથી ખબર. તેથી મને જણાવજો.

જણાવીએ કે શ્રદ્ધા પોતાના પિતા શક્તિ કપૂરને ખૂબ માને છે અને શક્તિ કપૂર પણ શ્રદ્ધા સાથે ઘણાં ક્લોઝ છે. શ્રદ્ધાના લગ્ન વિશે શક્તિ કપૂરે એક વાર કહ્યું હતું કે દરેક પિતા ઇચ્છે છે, તેની દીકરીના લગ્ન સન્માનજનક અને સારા પરિવારમાં થાય. હું ઇચ્છું છું કે તે પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફમાં આગળ વધે, પણ માતા-પિતા હોવાને કારણે તમારે કેટલીક છૂટ પણ આપવાની હોય છે. હાલ તે પોતાના કરિઅરમાં વ્યસ્ત છે. તે પોતાની મરજીના વ્યક્તિ સાથે લગ્ન કરશે અને મને ખરેખર તેનાથી કોઇ વાંધો પણ નથી.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રદ્ધા અને રોહન છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. શ્રદ્ધા 15 ઑગ્સટે રિલીઝ થતી ફિલ્મ સાહોમાં જોવા મળશે. ફિલ્મમાં બાહુબલીના અભિનેતા પ્રભાસ લીડ રોલમાં છે. સાહો એક હાઇ ઓક્ટેન એક્શન ડ્રામા છે, જેમાં નીલ નિતિન મુકેશ. જેકી શ્રોફ, મહેશ માંજરેકર અને ચન્કી પાડેય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય વરુણ ધવન સાથે શ્રદ્ધા ડાન્સ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડી અને ટાઇગર શ્રોફ સાથે બાગી 3માં પણ ફીમેલ લીડ રોલમાં દેખાશે.

shakti kapoor shraddha kapoor bollywood bollywood gossips bollywood events bollywood news