ઋષિ કપૂરને ન્યૂયૉર્કમાં મળ્યા શાહરૂખ ખાન, નીતૂ કપૂરે વ્યક્ત કરી ખુશી

17 May, 2019 05:03 PM IST  |  ન્યૂયૉર્ક

ઋષિ કપૂરને ન્યૂયૉર્કમાં મળ્યા શાહરૂખ ખાન, નીતૂ કપૂરે વ્યક્ત કરી ખુશી

ઋષિ કપૂરને મળવા પહોંચ્યા શાહરૂખ ખાન

ન્યૂયૉર્કમાં ઈલાજ કરાવી રહેલા દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર સાથે શાહરૂખ ખાને મુલાકાત કરી. જેની તસવીર નીતૂ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું કે, લોકોને પોતાના માટે સારું ફીલ કરાવવું દુર્લભ ક્વૉલિટી છે. શાહરૂખ પાસે આ ક્વૉલિટી છે. શાહરૂખનો પ્રેમ કરવાનો અને કાળજી રાકવાનો અંદાજ બહુ જ સાચો છે. કામની સાથે સાથે એક સારા અને સારા વ્યક્તિ હોવાના કારણે હું તેમની સરાહના કરું છું.


તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ઋષિ કપૂરનો ન્યૂયૉર્કમાં ઈલાજ ચાલી રહ્યો છે. આ દરમિયાન અનેક બોલીવુડના સિતારાઓ તેમના હાલચાલ પુછવા પહોંચ્યા હતા. જેમાં બમન ઈરાની, વિક્કી કૌશલ, આમિર ખઆન, દીપિકા, આલિયા ભટ્ટ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ ઋષિ કપૂરને મળવા પહોંચી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટે કર્યું રિએક્ટ

ઋષિ કપૂરને કઈ બીમારી છે તેને લઈને તેમના પરિવારજનોએ અત્યાર સુધી કોઈ જ ખુલાસો નથી કર્યો. તેમને કેન્સર હોવાની અફવા પણ સામે આવી હતી. જો કે અત્યાર સુધી તેની કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી.

rishi kapoor Shah Rukh Khan bollywood news