ઋષિ કપૂરને મળવા પહોંચી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટે કર્યું રિએક્ટ

Published: May 13, 2019, 16:25 IST

ન્યૂયોર્કમાં જઈને દીપિકાએ ઋષિ કપૂર અને નીતુ સિંહ સાથે ખાસ મુલાકાત કરી હતી. જેની તસવીર નીતુ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં આલિયા ભટ્ટે આવું રિએક્શન આપ્યું છે.

દીપિકા પાદુકોણ સાથે નીતુ સિંહ અને ઋષિ કપૂર
દીપિકા પાદુકોણ સાથે નીતુ સિંહ અને ઋષિ કપૂર

દીપિકા પાદુકોણે ન્યુ યૉર્કમાં જઈને ઋષિ કપૂર અને નીતુ સિંહ સાથે ખાસ મુલાકાત કરી હતી. થોડા સમય અગાઉ દીપિકાએ ન્યુ યૉર્કમાં મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી. ઋષિ કપૂર છેલ્લા થોડા મહિનાથી કૅન્સરની સારવાર ન્યુ યૉર્કમાં લઈ રહ્યા છે. બૉલીવુડમાંથી અનેક સેલિબ્રિટીઝ તેમને મળવા જાય છે. દીપિકાએ પણ તેમની સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ મુલાકાતના ફોટોઝ નીતુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.

જણાવીએ કે રણવીર અને દીપિકાનું ઘણા વર્ષ પહેલા બ્રેકઅપ થઇ ગયું હતું અને ત્યાર પછી વર્ષ 2018માં દીપિકાએ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યા. પણ રણબીર અને દીપિકા આજે પણ સારા મિત્રો છે. બન્ને ભલે કોઇ ફિલ્મમાં એકબીજા સાથે ન દેખાતા હોય. પણ ઇવેન્ટ્સ અને ફંક્શન્સમાં આ બન્ને વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

Such a fun evening with adorable @deepikapadukone .. gave lot of love n warmth 😍🥰

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) onMay 11, 2019 at 10:15pm PDT

કદાચ આ જ કારણ છે કે દીપિકા જ્યારે મેટ ગાલા 2019માં ભાગ લેવા ન્યૂયોર્ક ગઈ તો તે રણવીર ના પેરેન્ટ્સ ઋષિ કપૂર અને નીતુ સિંહને મળવું ભૂલી નહીં. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ.

આ પણ વાંચો : Met gala 2019: પડતા પડતા માંડ બચી દીપિકા, વીડિયો થયો વાયરલ

ફોટોમાં તેમના ચહેરા પર અપાર ખુશી છલકાઈ રહી છે. ફોટો શૅર કરીને નીતુ સિંહે કૅપ્શન આપી હતી કે ‘આકર્ષક દીપિકા સાથેની આ સાંજ ખૂબ જ સરસ રહી હતી. તેણે ભરપૂર ઉમળકો અને પ્રેમ આપ્યા હતા.’ તેમજ આ તસવીર જોઇને તમને ખ્યાલ આવશે જ કે દીપિકા, ઋષિ કપૂર અને નીતૂ સિંહ કેટલા ક્લોઝ છે. આલિયા ભટ્ટે આ પોસ્ટ પર રિએક્શન આપ્યું છે. આલિયાએ ત્રણેના ફોટોઝ લાઇક કર્યાં છે, અને આનાથી પુરવાર થાય છે કે તેને પણ આ ત્રણેયની બોન્ડિંગ ગમી લાગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK