Suhana Khanનો ડાન્સ પ્રેક્ટિસ કરતો ફોટો થયો વાયરલ, જુઓ

03 August, 2019 02:10 PM IST  |  મુંબઈ

Suhana Khanનો ડાન્સ પ્રેક્ટિસ કરતો ફોટો થયો વાયરલ, જુઓ

સુહાના ખાન

બૉલીવુડના સ્ટાર કિડ્સ મોટા ભાગે પોતાના ફોટો માટે તો ક્યારે પોતાના કપડાના કારણે ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં જ સુહાના ખાનના ફૅનક્લબે એના કૉલેજની કેટલીક તસવીરો શૅર કરી છે જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે લંડનના આર્ડિગ્લી કૉલેજથી હાલમાં જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરૂ કર્યું છે. આ તસવીર એના કૉલેજના દિવસની છે જેમાં સુહાના ખાન પોતાના કૉ-સ્ટૂડન્ટ્સ સાથે ડાન્સ પ્રેક્ટિસ કરતી નજર આવી રહી છે.

હજી એક તસવીર સામે આવી છે જેમાં સુહાના ટૉપી પહેરીને ઉભી છે, આ તસવીર એ સમયની છે જ્યારે સુહાના પોતાના કૉલેજમાં થનારા એક પ્લેની પ્રેક્ટિસ કરી રહી હતી.

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. સોશિયલ મીડિયામાં સુહાના ખાનના ફૅન ફૉલોઇંગ ઘણા વધારે છે. મોટા ભાગે સુહાનાની તસવીર દરેક જગ્યાએ છવાયેલી રહે છે. ફૅન્સ ઈચ્છે છે કે સુહાના પોતાની એક્ટિંગ ડેબ્યૂ કરીને ફિલ્મોમાં નજર આવે, પરંતુ અત્યાર સુધી સુહાનાનો એવો કોઈ પ્લાન નથી.

પોતાના ગ્રેજ્યુએશન બાદથી જ સુહાના પોતાના પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે હાલમાં જ ફૅમિલી સાથે માલદિવ્સમાં વેકેશનની મજા માણવા ગઈ છે ત્યાંથી સતત ફોટોઝ અને વીડિયો આવી રહ્યા છે. શાહરૂખ અને સુહાના ખાનની માલદિવ્સથી એક ફોટો સામે આવ્યો છે જેમાં બન્ને કોઈ વસ્તુને ધ્યાનથી જોઈ રહ્યા છે.

આ પણ જુઓ : Anjali Desai: આ બ્રિટિશ સિંગર છે મૂળ ગુજરાતી

શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો પોતાની છેલ્લી ફિલ્મ 'ઝીરો' બાદ અત્યાર સુધી તેમણે કોઈ ફિલ્મ સાઈન કરી નથી.

suhana khan Shah Rukh Khan bollywood news