ઈન્ટરનેટ પર લીક થઈ શાહિદ કપૂરની કબીર સિંહ, થશે મોટું નુકસાન

22 June, 2019 08:25 PM IST  |  મુંબઈ

ઈન્ટરનેટ પર લીક થઈ શાહિદ કપૂરની કબીર સિંહ, થશે મોટું નુકસાન

કબીર સિંહ થઈ ઈન્ટરનેટ પર લીક

રીલિઝ થયાના બીજા દિવસે જ શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ તમિલ રૉકર્સના માધ્યમથી સોશિયલ મીડિયા પર લીક થઈ ચુકી છે. ફિલ્મને પ્રશંસકો પાસેથી સારા પ્રતિભાવો મળી રહ્યા છે. શાહિદ કપૂરના અભિયનની પણ પ્રશંસા થઈ રહી છે. ઓપનિંગ ડે પર ફિલ્મે 20 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. પરંતુ હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ફિલ્મ તમિલ રૉકર્સે સોશિયલ મીડિયા પર લીક કરી દીધી છે.


આવું પહેલી વાર નથી થયું કે કોઈ ફિલ્મ તમિલ રૉકર્સે સોશિયલ મીડિયા પર લીક કરી દીધી હોય. અનેક નાના અને મોટા બજેટની ફિલ્મો તેની ચપેટમાં આવી ચુકી છે. અનેક ફિલ્મોએ મોટું નુકસાન ઉઠાવવું પડે છે. ઓપનિંગ ડેની કમાણીના હિસાબે આ ફિલ્મ શાહિદની સૌથી મોટી ફિલ્મ બની છે. અને આ ફિલ્મ વીકેન્ડમાં પણ સારો બિઝનેસ કરે તેવી આશા હતી. જો કે ફિલ્મ લીક થવાની મેકર્સને સારું એવું નુકસાન થઈ શકે છે.

'કબીર સિંહ' એક તેલુગુ ફિલ્મની રિમેક છે જેનું નામ છે અર્જુન રેડ્ડી. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, મુરાદ ખેતાની, કૃષ્ણ કુમાર અને અશ્વિન વર્દે છે. ફિલ્મ 'કબીર સિંહ'માં તમને શાહિદના જુદા જુદા રૂપ જોવા મળી રહ્યા છે. પહેલા રૂપ તેનો એ છે જેમાં તે એક છોકરીને અનહદ પ્રેમ કરે છે અને બીજા રૂપમાં તેને ક્રોધી, સનકી, જિદ્દી અને નશેડી બતાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ કમાલ આર ખાન : 'કબીર સિંહ' જો ઇદ પર રિલીઝ થઈ હોત તો શું થાત

કબીર સિંહ માટે શાહિદ કપૂરે ખુબ જ મહેનત પણ કરી છે. શાહિદે ફિલ્મ માટે 14 કિલો વજન વધાર્યું હતું. અને બાદમાં તેને ઘટાડ્યું પણ હતું. ફિલ્મમાં શાહિદનું કેરેક્ટર ઈમોશનલ ફેઝમાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે તેનો વજન વધે છે. એ સમયે તે નશામાં ધૂત રહે છે અને પોતાના શરીર પર બિલકુલ ધ્યાન નથી દેતો. ફિલ્મ માટે શાહિદને દાઢી અને વાળ વધારતા અઢી મહિના લાગ્યા હતા.

shahid kapoor kiara advani bollywood news