કબીર સિંહ બૉક્સ ઑફિસ કલેક્શન : 100 કરોડની ક્લબમાં સામેલ

26 June, 2019 02:12 PM IST  |  મુંબઈ

કબીર સિંહ બૉક્સ ઑફિસ કલેક્શન : 100 કરોડની ક્લબમાં સામેલ

કબીર સિંહ બૉક્સ ઑફિસ પર મચાવી રહી છે ધમાલ...

શાહિદ કપૂર અને કિયરા અડવાણીની ફિલ્મ કબીર સિંહે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી છે. પહેલા જ દિવસે શાહિદ કપૂરને તેના કરિઅરની ગ્રાન્ડ ઓપનિંગ અપાવનારી ફિલ્મ કબીર સિંહે ફક્ત ચાર દિવસમાં 88.37 કરોડની કમાણી કરી લીધી છે. અને જે ફિલ્મ કમાણીને મામલે આગળ વધી રહી છે તેનાથી એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ પાંચમાં દિવસે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. અને આવું ફિલ્મે કરી પણ બતાવ્યું.

ફિલ્મે પાંચમાં દિવસે કરી 16.53 કરોડની કમાણી


સંદિપ વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કબીર સિંહ દર્શકોને સિનેમાઘર સુધી લઇ આવવામાં સફળ રહી છે. ફિલ્મે ચાર દિવસમાં 88.37 કરોડની બંપર કમાણી કરી લીધી હતી. ત્યારે પાંચમાં દિવસે 16.53 કરોડની કમાણી કરીને 100 કરોડની ક્લબમાં સામેલ થઇ ગઇ છે.

પાંચમાં દિવસે 100 કરોડની ક્લબમાં કરી એન્ટ્રી


શાહિદ કપુરેની ફિલ્મે પહેલા દિવસે 21 જૂને ફિલ્મે 20.21 કરોડની કમાણી કરી જબરજસ્ત ઓપનિંગ કરી. શરૂઆત સારી થયા બાદ શનિવારે પણ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો અને આ દિવસે કબીર સિંહે 22.71 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે 27.91 કરોડની કમાણી કરી લીધી હતી. કબીરસિંહનું ઓપનિંગ વીકએન્ડ કલેક્શન 70.83 કરોડ થઈ ચૂક્યું હતું. ચાર દિવસની ફિલ્મની કમાણીની વાત કરીએ તો ફિલ્મે કુલ 88.37 કરોડની કમાણી કરી લીધી. પાંચમાં દિવસે 16.5 કરોડ રૂપિયાની જબરજસ્ત કમાણી બાદ ફિલ્મનું કલેક્શન 104.90 કરોડ રૂપિયા થયું. શાહિદ કપૂરની આ ફિલ્મ બ્લૉકબસ્ટર હિટ છે.

100 કરોડના ક્લબમાં પહોંચવા છતાં ફિલ્મની થઈ રહી છે ટીકા
કબીરસિંહને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે, તેમણે જ આ ફિલ્મનું તેલુગુ વર્ઝન પણ ડિરેક્ટ કર્યું હતું. કબીર સિંહમાં કિયારા અડવાણી લીડ રોલમાં છે. કબીરસિંહની સ્ટોરી એક એવા મેડિકલ સ્ટુડન્ટની લવસ્ટોરી છે, જે ભણવામાં જીનિયસ છે પરંતુ ગુસ્સો ખૂબ જ આવે છે. આ ગુસ્સાના કારણે તેની જિંદગીમાં સારુ થાય છે, તો ખરાબ બનાવો પણ બને છે. ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. સાથે જ મહિલા પાત્રને નબળું બતાવવા માટે ફિલ્મની ટીકા પણ થઈ છે.

આ પણ વાંચો : Kabir Singh Collection: 3 દિવસમાં આટલા કરોડને પાર પહોંચી ફિલ્મ

'ભારત'ની બરાબરી


ખાસ વાત એ છે કે કબીરસિંહે પહેલા રવિવારે જ સલમાન ખાનની ફિલ્મ ભારતના કલેક્શનની બરાબરી કરી લીધી છે. આ ફિલ્મ પહેલા દિવસે 27.90 કરોડની કમાણી કરી હતી. કબીર સિંહ શાહિદ કપૂરના કરિયરની સૌથી મોટી સોલો હિટ છે. પદ્માવત બાદ આ ફિલ્મ શાહિદ કપૂરની સૌથી મોટી ઓપનિંગ વીકએન્ડ છે. આ ફિલ્મ નાના શહેરો અને ગામોમાં જબરજસ્ત ચાલી રહી છે.

shahid kapoor kiara advani bollywood bollywood news bollywood events bollywood gossips