તો આ ફોટો જોઈને મીરાના દિવાના થયા હતા શાહિદ!

08 July, 2019 01:02 PM IST  |  મુંબઈ

તો આ ફોટો જોઈને મીરાના દિવાના થયા હતા શાહિદ!

તો આ ફોટો જોઈને મીરાના દિવાના થયા હતા શાહિદ!

શાહિદ અને મીરાના લગ્નને 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શાહિદ મીરા કપૂરનો એક અડોરેબલ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં મીરા રાજપૂત સ્માઈલ કરતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા શાહિદે લખ્યું છે કે, "આ તેને પહેલો ફોટો છે જે મે મારા ફોનમાં સેવ કર્યો હતો. અને હવે તો દર બીજો ફોટો તેનો જ છે. તે મારી જિંદગી છે. આઈ લવ યૂ મીરા. મારી સાથે હોવા બદલ આભાર."


શાહિદ અને મીરા જુલાઈ 2015માં લગ્ન કર્યા હતા. અભિનેતાએ પોતાના અરેન્જ્ડ મેરેજ ક્યારેય લોકોથી છુપાવ્યા નહોતા. શાહિદ અને મીરાને બે સંતાનો છે મિશા અને ઝૈન.

શાહિદ તો હાલ કબીર સિંહની સફળતાને માણી રહ્યો છે. શાહિદ અને કિયારાની આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અને 16 દિવસમાં 225 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં શાહિદના પર્ફોર્મન્સને અત્યાર સુધીનું સૌથી સારું ગણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ તન્વી વ્યાસઃ આ પૂર્વ મિસ ઈન્ડિયા અર્થ છે ઉમદા અભિનેત્રી અને ગરવી ગુજરાતી

ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે અને તેણે કબીર સિંહની કમાણીના વિક્રમો પણ તોડી નાખ્યા છે. સાથે જ પદ્માવતના રેકોર્ડ્સ પણ તોડ્યા છે. ફિલ્મમાં એક શોર્ટ ટેમ્પર્ડ સર્જન કબીર સિંહની કહાની છે જે પોતાની પ્રેમિકા સાથે લગ્ન ન કરી શકતા ડ્રગ્સ અને આલ્કોહોલના રવાડે ચડી જાય છે.

shahid kapoor mira rajput bollywood news