19 August, 2026 02:11 PM IST | Rome | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર અને મીરા કપૂર
શાહિદ કપૂર હાલમાં પત્ની મીરા કપૂર સાથે ઇટલીમાં વેકેશન માણી રહ્યો હતો. બન્નેએ ઇટલીના લેક કોમોના સુંદર વાતાવરણમાં સમય પસાર કર્યો હતો. મીરાએ પોતાના સોશ્યલ મીડિયા પર તેમના આ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં ઇટાલિયન લેકમાં બોટિંગથી લઈને સુંદર નજારાઓની ઝલક જોવા મળી રહી છે. મીરાએ શૅર કરેલી તસવીરોમાંથી એકમાં શર્ટલેસ શાહિદ પત્ની મીરા સાથે બોટ પર પોઝ આપતો જોવા મળી રહ્યો હતો અને તેમની પાછળ લેક કોમોનું અદ્ભુત દૃશ્ય જોવા મળી રહ્યું હતું.
આ પોસ્ટમાં મીરાએ ઇટલીની કેટલીક સુંદર તસવીરો પણ શૅર કરી છે. આ જ તસવીરોમાંથી એકમાં મીરાની પીઠ પર કમળનું ટૅટૂ જોવા મળી રહ્યું છે. આ ટૅટૂ જોઈને સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો તેને ‘BJP પગલુ’ કહી રહ્યા છે.
આ વેકેશન પહેલાં મીરાએ સોશ્યલ મીડિયા પર સતત રહેવાના દબાણ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તે દરેક સમયે ખુશ દેખાવાના દબાણથી થોડો વિરામ લેવા માગે છે.