રણવીર સિંહ બનશે 'શહેનશાહ', ડાયરેક્ટર ટીનુ આનંદ બનાવશે રીમેક

11 April, 2020 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રણવીર સિંહ બનશે 'શહેનશાહ', ડાયરેક્ટર ટીનુ આનંદ બનાવશે રીમેક

શહેનશાહ ફિલ્મમમાં અમિતાભ બચ્ચન, રણવીર સિંહ

1998 માં રિલિઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'શહેનશાહ'નું આજે પણ ચાહકોના દિલમાં એક અલગ સ્થાન છે. ફિલ્મમાં અમિતાભે કરેલી એક્ટિંગ, તેનો લુક અને ડાયલોગ 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં' બહુ જ ફેમસ થયા હતા. 'શહેનશાહ'ના ફેન્સ માટે એક ખુશખબરી છે કે તેમને હવે આ ડાયલોગ બિગ સ્ક્રિન પર ફરીથી સાંભળવા મળશે. પરંતુ આ વખતે આ ડાયલોગ બીગ બી ના મોઢે નહીં પણ રણવીર સિંહના મોઢે સાંભળવા મળશે.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, ડાયરેક્ટર ટીનુ આનંદ બહુ જલ્દી 'શહેનશાહ'ની રીમેક બનાવવાના છે અને તેમા રણવીર સિંહને કાસ્ટ કરી શકે છે. 'શહેનશાહ'ની રીમેક બનવાની છે તેવા સમાચાર તો બહુ પહેલા જ આવી ગયા હતા. પરંતુ અમિતાભ બચ્ચનનો રોલ કોણ કરશે એ નક્કી નહોતું. પરંતુ આ બાબતે અંતિમ નિર્ણયો લૉકડાઉન ખુલે પછી જ લેવામાં આવશે. પહેલા ચર્ચા એવી હતી કે અમિતાભ બચ્ચન જ શહેનશાહનો રોલ ભજવશે પણ હવે રણવીર સિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે.

ડાયરેક્ટર ટીનુ આનંદે કહ્યું હતું કે, હું 'શહેનશાહ'ની રીમેક બનાવવાનો છું પણ આ કોરોના વાયરસ પુરો થઈ જાય પછી. શુટિંગ ક્યારે શરૂ કરીશું અને ફિલ્મ રીલીઝ ક્યારે થશે એ બાબતે હજી કાંઈ જ વિચાર નથી કરાયો.

જુની 'શહેનશાહ'માં અમિતાભ બચ્ચન, મીનાક્ષી શિષાદ્રી, પ્રેમ ચોપડા, અમરીશ પુરી, કાદર ખાન, પ્રાણ અને સુપ્રિયા પાઠક મુખ્ય ભૂમિકામાં હતા અણે ડાયરેક્ટર પણ ટીનુ આનંદ હતા. ફિલ્મને સ્ક્રિન પર રજુ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. કહેવાય છે કે, તે સમયે ફિલ્મનું બજેટ વધી ગયું હતું અને તે વિષે ડિસ્ટ્રીબ્યુટરો સાથે વાત કરવામાં અવી રહી હતી. બજેટની એટલી તકલીફ હતી કે સેન્સર બોર્ડ સર્ટિફિકેટ પણ ફિલ્મની રજુઆતના બે દિવસ પહેલા મળ્યું હતું. 12 ફેબ્રુઆરી 1988 ના રોજ રીલીઝ થયેલી 'શહેનશાહ' હીટ ફિલ્મ સાબિત થઈ હતી.

bollywood bollywood news entertainment news upcoming movie amitabh bachchan ranveer singh