શાહરુખની પત્ની ગૌરી અને દીકરો અબરામ ચર્ચ બહાર દેખાયા, તસવીર વાયરલ

15 July, 2019 04:13 PM IST  |  મુંબઈ ડેસ્ક

શાહરુખની પત્ની ગૌરી અને દીકરો અબરામ ચર્ચ બહાર દેખાયા, તસવીર વાયરલ

ગૌરી ખાન સાથે પુત્ર અબરામ ખાન

શાહરુખ ખાને અબરામ ખાન વિશે વાત કરતાં કહ્યું હતું કે અબરામ તેની સાથે ખૂબ જ ક્લોઝ છે અને તે હંમેશા પોતાના પુત્ર અબરામ સાથે ઘણો સમય વિતાવે છે અને ઘણી રમતો રમે છે.

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન અને દીકરા અબરામ ખાનને માઉન્ટ મેરી ચર્ચની બહાર સ્પોટ કરવામાં આવ્યા. બન્ને માઉન્ટ મેરી ચર્ચમાં રવિવારે થતાં મૉસમાં ભાગ લઈને પાછા આવી રહ્યા હતા. આ અવસરે અબરામે કાળા કલરનું ટીશર્ટ પહેર્યું હતું જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો.

ગૌરી ખાને આ અવસરે દીકરા અબરામ ખાન જેવું જ કાળા રંગનું ટીશર્ટ પહેર્યું હતું અને વાળ પોની સ્ટાઇલમાં બાંધ્યા હતા. સાથે જ તેણે કૂલ દેખાવા માટે શેડ્સ પણ લગાડ્યા હતા. ચર્ચમાં થયેલા સનડે મૉસ અટેન્ડ કરવા માટે બન્નેએ મીડિયાને ફોટોઝ લેવા માટે પોઝ પણ આપ્યો હતો. બન્ને આ અવસરે ખૂબ જ ખુશ દેખાતા હતા.

નોંધનીય છે કે એક ઇન્ટરવ્યૂમાં શાહરુખ ખાને અબરામ વિશે વાત કરતાં કહ્યું હતું કે અબરામ શાહરુખની ખૂબ જ નજીક છે અને શાહરુખ પણ પોતાના દીકરા સાથે ઘણો સમય વિતાવે છે અને બન્ને સાથે રમત પણ રમતાં હોય છે. આગળ પણ તેણે કહ્યું હતું કે તેને લાગે છે કે અબરામ પણ તેની સાથે ખૂબ જ એન્જોય કરતો હોય છે. શાહરુખ ખાને એ પણ કહ્યું કે તે જ રમતો તેણે સુહાના અને આર્યન ખાન સાથે પણ રમી છે પણ તે રમતો અબરામ સૌથી વધુ પસંદ કરે છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

ટૂંક સમયમાં જ રિલીઝ થનારી ફિલ્મ ધ લાયન કિંગમાં શાહરુખ ખાને દીકરા આર્યન સાથે ફિલ્મની બે ભૂમિકાઓને અવાજ આપ્યો છે. જેમાંથી એક મુસાફા અને એક સિમ્બા છે. આ ફિલ્મ 19 જુલાઇના રિલીઝ થવાની છે.

bollywood Shah Rukh Khan abram khan gauri khan bollywood news bollywood gossips bollywood events