Aryan Khan: શાહરુખ ખાનના દીકરાનું નામ જોડાયું નોરા ફતેહી સાથે?

04 January, 2023 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગૉસિપ્સ તો એ પણ શરૂ થઈ ગઈ છે કે આર્યન ખાન અને નોરા ફતેહી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. બન્નેની આ નવી નવી મિત્રતાનો લોકો શું નામ આપી રહ્યા છે એ પણ જાણો અહીં...

આર્યન ખાન અને નોરા ફતેહીની તસવીરોનું કૉલાજ

સ્ટાર હોવું કંઈ સરળ કામ નથી. દરેક નાની વાત અને એક્ટિવિટી પર વિશ્વની નજર હોય છે. તેમની મૈત્રી હોય કે શત્રૂતા તરત આગની જેમ ફેલાઈ જાય છે. સિતારાની પર્સનલ લાઈફ પણ પર્સનલ નથી રહેતી. અનેકવાર તો બૉલિવૂડ સિતારાનો ગુસ્સો પણ ફૂટ્યો છે કે દર વખતે તેમના ખાનગી જીવનમાં કેમ દખલ દેવામાં આવે છે. જો કે, હાલ તો સોશિયલ મીડિયામાં શાહરુખ ખાનના (Shah Rukh Khan) દીકરા આર્યન ખાન અને નોરા ફતેહી ચર્ચામાં છે. હા, આર્યન અને નોરાને સાથે જોઈને અનેક પ્રકારની વાતો શરૂ થઈ ગઈ છે. ગૉસિપ્સ તો એ પણ શરૂ થઈ ગઈ છે કે આર્યન ખાન અને નોરા ફતેબી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. બન્નેની આ નવી નવી મિત્રતાનો લોકો શું નામ આપી રહ્યા છે એ પણ જાણો અહીં...

સોશિયલ મીડિયા પર આર્યન ખાન (Aryan Khan) અને નોરા ફતેહી (Nora Fatehi)ની તસવીરો સામે આવી છે. બન્ને તસવીરોમાં એક જ જગ્યાએ સ્પૉટ થયા. જો કે, સાથે આર્યન ખાન અને નોરાની કોઈ તસવીર સાથે જોવા મળી નથી. પણ તસવીરના દરેક દ્રશ્યો સરખાં છે. તેમની સાથે જોવા મળતા મિત્રો પણ અને જગ્યા પણ. ચાહકો બન્નેને અમસ્તા જ એક જગ્યાએ જોઈને અનેક પ્રકારની વાતો કરી લે છે. કેટલાકે મિત્રતા તો કેટલાકે રિયૂમર્ડ કપલ પણ કહી દીધા છે.

શું આર્યન ખાન અને નોરા ફતેહીનું ચાલી રહ્યું છે અફેર?
આર્યન ખાન અને નોરા ફતેહીની આ તસવીરો સૌથી પહેલા Reddit પર સામે આવી. ત્યાર બાદ જ આ વિવાદ નીપજ્યો. પછી આ તસવીરો ઈન્સ્ટાગ્રામથી લઈને બધે જ આગની જેમ ફેલાવા લાગી. કેટલાક લોકો કયાસ લગાડી રહ્યા છે કે બન્ને  એકબીજાને ડેટ કરી રહ્યા છે. તો કેટલાકે બન્નેની છુપાઈને કરેલી મુલાકાતની પાછળનું કારણ ઈશ્ક પણ ગણાવ્યું છે. એટલું જ નહીં કેટલાકે તો એવું પણ લખ્યું કે અનન્યા પાંડેનું શું થશે?

આ પણ વાંચો : એર ઈન્ડિયાના વિમાનમાં ખામી, પેરિસ જઈ રહેલી ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

દુબઈમાં આર્યન ખાનની ન્યૂયર પાર્ટી
સોશિયલ મીડિયા પ્રમાણે, આ તસવીરો દુબઈની છે જ્યાં આર્યન ખાને ન્યૂયર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં તેના હાર્ડી સિંધૂ સિવાય અન્ય કેટલાક મિત્રો અને ખાસ જોવા મળ્યા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં જ નોરા પણ સ્પૉટ થઈ. જો કે, આ વાતની હજી ક્યાંય પણ ઑફિશિયલ પુષ્ઠિ થઈ નથી.

bollywood news bollywood bollywood gossips entertainment news Shah Rukh Khan aryan khan nora fatehi