મુઝફ્ફરપુર સ્ટેશન પર મૃત માતાને જગાડતા બાળકની મદદે આવ્યો કિંગ ખાન

02 June, 2020 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુઝફ્ફરપુર સ્ટેશન પર મૃત માતાને જગાડતા બાળકની મદદે આવ્યો કિંગ ખાન

શાહરૂખ ખાન અને મીર ફાઉન્ડેશને મદદ કરી તે બાળક તેના પરિવાર સાથે

થોડાક દિવસ પહેલા બિહારના મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનનો એક હૃદયદ્રાવક વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક બાળક તેની મૃત માતાને જગાડવાનો પ્રયત્ન કરે છે. બાળક મૃત માતાને જગાડવા માટે તેના શરીર પર ઓઢાડેલી ચાદર ખેંચી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ શાહરૂખ ખાન અને તેના 'મીર ફાઉન્ડેશન'એ બાળકની સહાય કરવાનું નક્કી કર્યું છે.

વાયરલ થયેલા વીડિયોને આધારે તે બાળક સુધી પહોચવામાં મદદ કરનાર લોકોનો આભાર માનતા 'મીર ફાઉન્ડેશન'એ તેમના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલથી બાળકનો તેના દાદા દાદી સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, મીર ફાઉન્ડેશન એ દરેકનો આભારી છે જેને આ બાળક સુધી પહોંચવામાં અમારી મદદ કરી. આ વાઇરલ વીડિયોમાં જે રીતે બાળક તેની માતાને જગાડી રહ્યો છે તે જોઈને દરેકનું હૃદય દ્રવી ઉઠયું હતું. હવે અમે તેની મદદ કરીએ છીએ અને હાલ તે તેના દાદાની સાથે સુરક્ષિત છે.

શાહરુખે મીર ફાઉન્ડેશનના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું હતું કે, આ બાળક સુધી પહોંચાડવા બદલ સહુનો આભાર. આપણે પ્રાર્થના કરીએ કે પેરેન્ટસને ખોઈ દેવાના આ દુઃખને સહન કરવા માટેની શક્તિ બાળકને મળે. મને ખબર છે, પેરેન્ટ્સ ખોઈ દેવાનું દુઃખ શું છે. હું સમજુ છું કેવું ફીલ થાય છે. અમારો પ્રેમ અને સપોર્ટ તારી સાથે છે બાળક.

શાહરૂખના પિતા મીર તાજ મોહમમ્દ તે નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે માતા લતીફ ફાતિમા ખાનનું મૃત્યુ શાહરૂખ 30 વર્ષનો હતો ત્યારે થયું હતું.

entertainment news bollywood bollywood news Shah Rukh Khan