‘જવાન’ પોસ્ટપોન થઈ તો ‘ડંકી’ પણ થશે?

21 March, 2023 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડંકી’ આ વર્ષે બાવીસમી ડિસેમ્બરે રિલીઝ થશે

શાહરુખ ખાન

શાહરુખ ખાનની ‘જવાન’ પોસ્ટપોન થઈ હોવાની શક્યતા છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ આ વર્ષે બીજી જૂને રિલીઝ થશે. ડિરેક્ટર એટલીની આ ફિલ્મમાં તેની સાથે સાઉથની નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે. ફિલ્મને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મ કદાચ ઑક્ટોબરમાં રિલીઝ થશે. જો ‘જવાન’ પોસ્ટપોન થઈ તો શાહરુખની ‘ડંકી’ પણ પોસ્ટપોન કરવાની શક્યતા પ્રબળ બને છે. ‘ડંકી’ આ વર્ષે બાવીસમી ડિસેમ્બરે રિલીઝ થશે. જોકે બન્ને ફિલ્મો વચ્ચે ફક્ત બે મહિનાનો ગૅપ રાખવો એ કદાચ શાહરુખ અને મેકર્સને મંજૂર નહીં હોય. એથી જો ‘જવાન’ પોસ્ટપોન થઈ તો ‘ડંકી’ પણ પાછળ ઠેલાતાં આવતા વર્ષે રિલીઝ થાય એવી શક્યતા છે. 

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan upcoming movie