સુહાનાનાં એક્સપ્રેશન બન્યાં આકર્ષણનું કેન્દ્ર

18 October, 2020 07:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુહાનાનાં એક્સપ્રેશન બન્યાં આકર્ષણનું કેન્દ્ર

સુહાના ખાન

મુંબઈ ઇન્ડિયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સની મૅચ દરમ્યાન શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનાં એક્સપ્રેશને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. શાહરુખ કલકત્તા નાઇટ રાઇડર્સનો માલિક છે. દુબઈમાં ચાલી રહેલી આઇપીએલ માટે શાહરુખ તેની ફૅમિલી સાથે ત્યાં છે. શાહરુખે વાઇટ ટી-શર્ટ અને માસ્ક પહેર્યાં છે. સુહાના પણ વાઇટ ડ્રેસમાં છે. મૅચ દરમ્યાન સુહાના ખૂબ એક્સાઇટેડ દેખાઈ રહી હતી અને તે ઘણાં એક્સપ્રેશન આપી રહી હતી. આ એક્સપ્રેશન્સના ફોટો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા છે. આઇપીએલમાં દર વર્ષે કોઈ ને કોઈ મહિલા અથવા તો છોકરી આકર્ષણનું કેન્દ્ર બને છે અને આ વર્ષે દર્શકો ન હોવાથી સુહાના પર સૌનું ધ્યાન ગયું છે.

entertainment news bollywood bollywood news bollywood gossips Shah Rukh Khan suhana khan