મલાલ માટે શર્મિન અને મીઝાનને શુભેચ્છા આપી શાહરુખ ખાને

03 June, 2019 09:23 AM IST  |  મુંબઈ

મલાલ માટે શર્મિન અને મીઝાનને શુભેચ્છા આપી શાહરુખ ખાને

શાહરુખ ખાન

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘મલાલ’ માટે શર્મિન સહગલ અને મીઝાનને શાહરુખ ખાને શુભકામનાઓ આપી છે. શર્મિન સંજય લીલા ભણસાલીની ભાણી છે તો મીઝાન જાવેદ જાફરીનો દીકરો છે.

શર્મિન અને મીઝાન બન્ને આ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરવાનાં છે. આ બન્નેને શુભેચ્છા આપતાં ટ્‍‍વિટર પર શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘સંજય અને મારા યંગ ફ્રેન્ડ્સ મીઝાન અને શર્મિનને ‘મલાલ’ માટે શુભેચ્છા.

આ પણ વાંચો : કેમ ઊડી ગઈ છે કૅટરિનાની નીંદર ?

મેં તમને મારી આંખોની સામે મોટાં થતાં જોયાં છે. હવે તમને સ્ક્રીન પર જોઈશ. શર્મિન તારી મમ્મીની જેમ જ તું ચાર્મિંગ રહે અને મીઝાન તું તારા દાદા અને ડૅડી જાવેદ જાફરીની જેમ આકર્ષિત કરે.’

Shah Rukh Khan bollywood news